Ahmedabadમાં LCB ઝોન-3ની ટીમે 35થી વધુ ગુનાઓના ઇતિહાસ ધરાવતો રીઢા ઘરફોડ ચોરની ધરપકડ

📅 Published: November 3, 2026 | 📂 Category: gujarati-news

અમદાવાદ શહેરમાં મિલકત સંબંધી ગુનાઓ અને ચોરીની ઘટનાઓ પર અંકુશ મેળવવા માટે પોલીસ સતત સક્રિય છે. તાજેતરમાં અમદાવાદના ખાડિયા વિસ્તાર અંતર્ગત આવતા રાયપુરની સિદ્ધિની પોળમાં બનેલી ઘરફોડ ચોરીની ગંભીર ઘટનાનો LCB ઝોન-3 ની ટીમે ગણતરીના કલાકોમાં જ સફળતાપૂર્વક ભેદ ઉકેલી નાખ્યો છે. ગત 2 નવેમ્બરના રોજ આરોપીએ એક બંધ મકાનને નિશાન બનાવ્યું હતું. ઘરનો દરવાજો અર્ધ ખુલ્લો હોવાનો લાભ લઈને તસ્કરે ઘરમાં પ્રવેશ કર્યો હતો અને ત્યાંથી રોકડ તથા કિંમતી ચીજવસ્તુઓ સહિત કુલ રૂપિયા 2.96 લાખની મત્તાની ચોરી કરી ફરાર થઈ ગયો હતો.

CCTV ફૂટેજ અને ટેકનિકલ એનાલિસિસથી આરોપી ઝડપાયો

ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને LCB ઝોન-3ના અધિકારીઓ અને સ્ટાફે સઘન તપાસ હાથ ધરી હતી. ઘટનાસ્થળ આસપાસના સીસીટીવી (CCTV) ફૂટેજની ચકાસણી, ટેક્નિકલ એનાલિસિસ તેમજ બાતમીદારો દ્વારા મળેલા સચોટ ઇનપુટ્સના આધારે પોલીસે તપાસનો વ્યાપ વધાર્યો હતો. આ દરમિયાન ચોરીના સોનાના દાગીના વેચવા માટે માણેકચોક વિસ્તારમાં પહોંચેલા કુખ્યાત આરોપી લાલજીભાઈ ઉકાભાઈ સોલંકી (રહે. વાડજ, અમદાવાદ) ને પોલીસે વોટર પકડીને ઝડપી પાડ્યો હતો.

આરોપી પાસેથી રોકડ, સોનાની વીંટીઓ અને ગેજેટ્સ જપ્ત

પોલીસે ધરપકડ કરાયેલા આરોપી લાલજી સોલંકી પાસેથી ચોરીનો મુદ્દામાલ કબ્જે કરવાની કાર્યવાહી હાથ ધરી હતી, જેમાં રૂપિયા 1,40,000ની રોકડ રકમ, સોનાની બે વીંટીઓ, એક GUESS બ્રાન્ડની ઘડિયાળ, iPhone ના ઇયરબડ્સ જેવી ચીજવસ્તુઓ મળી આવી છે. આ તમામ ચીજવસ્તુઓ સહિત કુલ રૂપિયા 2,36,000નો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો છે. પોલીસ તપાસ દરમિયાન સૌથી મોટો ખુલાસો એ થયો છે કે આ આરોપી સામાન્ય ચોર નથી, પરંતુ તેના વિરુદ્ધ અગાઉથી જ અમદાવાદ અને અન્ય વિસ્તારોમાં 35થી વધુ ગંભીર ગુનાઓ નોંધાયેલા છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *