ગુજરાત હાઈકોર્ટે પોતાના સમલૈંગિક પાર્ટનરને HIV સંક્રમિત કરવા અને તેને ધમકીભર્યા મેસેજ મોકલવાના આરોપી પુરુષ સામે નોંધાયેલો આત્મહત્યાની દુષ્પ્રેરણાનો કેસ રદ કર્યો છે. કોર્ટે નોંધ્યું હતું કે જો આરોપોને તેમના મૂળ સ્વરૂપમાં પણ સ્વીકારવામાં આવે, તો પણ આત્મહત્યાની દુષ્પ્રેરણાનો ગુનો બનતો નથી. 25 વર્ષીય યુવક ઘરે ગળે ફાંસો ખાધેલી હાલતમાં મળ્યો
આ કેસ 21 જાન્યુઆરી, 2022નો છે, જ્યારે સુરતના વરાછા વિસ્તારનો 25 વર્ષીય યુવક તેના ઘરે ગળે ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો હતો. તેના મૃત્યુની સવારે જ તેણે પોતાના માતા-પિતાને જણાવ્યું હતું કે તે HIV પોઝિટિવ છે. તેના પરિવારે આ ઘટનાના લગભગ એક અઠવાડિયા પહેલા જાણવા મળ્યું હતું કે તે ડિપ્રેશનથી પીડાતો હતો, તેનામાં આત્મહત્યાની વૃત્તિઓ હતી અને તે એક સમલૈંગિક સંબંધમાં હતો. પુત્રને આ સંબંધ થકી HIVનું સંક્રમણ થયું હતું
તેના મૃત્યુ પછી તેના પિતાએ વરાછા પોલીસ સ્ટેશનમાં FIR નોંધાવી હતી, જેમાં તેમના પુત્રના ભાગીદાર પર આત્મહત્યા માટે ઉશ્કેરવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. તેમણે એવો પણ આક્ષેપ કર્યો હતો કે તેમના પુત્રને આ સંબંધ થકી HIVનું સંક્રમણ થયું હતું અને આરોપીએ તેને ધમકી આપી હતી. પિતાએ તેમના પુત્રના મોબાઈલ ફોનમાંથી મળેલા મેસેજનો પણ ઉલ્લેખ કર્યો હતો, જેમાં કથિત રીતે આરોપી તરફથી ધમકીઓ આપવામાં આવી હતી. પોલીસે ભાગીદાર સામે ભારતીય દંડ સંહિતા (IPC ની કલમ 306 હેઠળ આત્મહત્યાની દુષ્પ્રેરણાનો ગુનો નોંધ્યો હતો. મૃતક કાલ્પનિક દુનિયામાં જીવતો હતો
FIR રદ કરવાની માંગ કરતા, આરોપીએ હાઈકોર્ટને જણાવ્યું હતું કે તેણે તેના ભૂતપૂર્વ ભાગીદારને આત્મહત્યા કરવા માટે ન તો ઉશ્કેર્યો હતો કે ન તો એવું કંઈ કર્યું હતું જેનાથી તે આ પગલું ભરવા મજબૂર થાય. તેણે દલીલ કરી હતી કે મૃતક કાલ્પનિક દુનિયામાં જીવતો હતો. તે પોતાને એક પૈસાદાર બિલ્ડરનો પુત્ર દર્શાવતો હતો અને પોતાના માતા-પિતાને કહેતો હતો કે તે એક મોટા નફાકારક વ્યવસાયમાં જોડાયેલો છે. પોતાના દાવા અને વાસ્તવિકતા વચ્ચે મેળ ન બેસાડી શકવાને કારણે મૃતકે આ આત્યંતિક પગલું ભર્યું હોઈ શકે છે, તેમ આરોપીએ રજૂઆત કરી હતી. હાઈકોર્ટને સમાધાન ફગાવી દેવા વિનંતી કરી હતી
આ ઘટનાના 4 વર્ષ પછી, પીડિતના પિતાએ એક સોગંદનામું દાખલ કરીને જણાવ્યું હતું કે આરોપી સામેની ફોજદારી કાર્યવાહી રદ કરવા સામે તેમને કોઈ વાંધો નથી. જો કે રાજ્ય સરકારે આ અરજીનો વિરોધ કર્યો હતો અને હાઈકોર્ટને શરૂઆતમાં જ આ સમાધાન ફગાવી દેવા વિનંતી કરી હતી. FIRના આરોપોને તેના મૂળ સ્વરૂપમાં લેવામાં આવે
હાઇકોર્ટે આરોપો અને તપાસને ધ્યાનમાં લીધા પછી જણાવ્યું હતું કે જો અત્યાર સુધીના તથ્યોને ધ્યાનમાં લેવામાં આવે અને ખાસ કરીને જો FIR ના આરોપોને તેના મૂળ સ્વરૂપમાં લેવામાં આવે, તો પણ દુષ્પ્રેરણાનો કોઈ કેસ બનતો નથી, કારણ કે મૃતક સમલૈંગિક હતો અને તેને HIV નું સંક્રમણ થયું હતું અને તેથી તેણે આત્મહત્યા કરી હતી. કોર્ટે એ પણ નોંધ્યું હતું કે તપાસ એજન્સીએ સ્વીકાર્યું છે કે ધમકીભર્યા મેસેજ મૃતકે પોતે જ પોતાનાથી જોડાયેલા બે અલગ-અલગ મોબાઈલ ફોન વચ્ચે મોકલ્યા હતા. સંચાર કરતી વખતે મૃતકે અલગ-અલગ નામોનો ઉપયોગ કર્યો હતો.
આત્મહત્યાની દુષ્પ્રેરણાનો ગુનો રદ્દ:સમલૈંગિક પાર્ટનરથી HIV થયો, સુસાઇડ નોટમાં પાર્ટનર ધમકી આપતો હોવાનો આક્ષેપ
📅 Published: November 3, 2026 |
📂 Category: gujarati-news
