ગઢડાની જમીન દફતર નિરીક્ષકની કચેરીમાં ફરજ બજાવતા મેઇન્ટેનન્સ સર્વેયર શૈલેષભાઈ જાદવને રૂ. 5 હજારની લાંચ લેતા બોટાદ ACBએ પકડ્યા છે. મકાન-મિલકતની કામગીરી અને નોંધણી સહિતની સરકારી પ્રક્રિયા પૂરી કરવા માટે અરજદાર પાસે લાંચ માગવામાં આવી હોવાની ફરિયાદ બોટાદ ACBને મળી હતી. ફરિયાદના આધારે ACBની ટીમે છટકું ગોઠવ્યું હતું. આ દરમિયાન શૈલેષભાઈ જાદવ લાંચ લેતા ઝડપાયા હતા.
ગઢડામાં સર્વેયર ₹. 5 હજારની લાંચ લેતા ઝડપાયો:બોટાદ ACBએ જમીન દફતર નિરીક્ષકની કચેરીમાં છટકું ગોઠવ્યું
📅 Published: November 3, 2026 |
📂 Category: gujarati-news
