Vadodara : સાંપા ગામે ને.હા.4 પરથી રૂા.15 લાખનો દારૂ ભરેલ ટેમ્પો ઝડપાયો

📅 Published: November 3, 2026 | 📂 Category: Baroda

કરજણ તાલુકાના સાંપા ગામની સીમમાંથી પસાર થતાં ને.હા.4 પરથી ગેરકાયદે આઇશર ગાડીમાં ચોરખાનું બનાવી તેમાં ભરી અમરેલી લઈ જવાતો રૂા. 15 લાખ ઉપરાંતનો વિદેશી દારૂનો જથ્થો વડોદરા ગ્રામ્ય LCB એ ઝડપી પાડી એક મોબાઈલ, આઇશર ગાડી સહિત અન્ય સામગ્રી મળી કુલ રૂા.22 લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કરી ટેમ્પોચાલકની અટકાયત કરી 3 વિરુદ્ધ કરજણ પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાઇ છે. વડોદરા ગ્રામ્ય LCBની ટીમને પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળી હતી કે આઇશર ગાડી નં GJ-26T-9916 માં વિદેશી દારૂનો જથ્થો ભરીને ને.હા.4 ઉપર ભરૂચ તરફ્થી આવે છે. વડોદરા થઇને સૌરાષ્ટ્ર તરફ્ જનાર છે. જેને આધારે સાંપા ગામ પાસે ને.હા.4 પર મુંબઈથી દિલ્હી જતી ટ્રેક ઉપર બાતમીવાળી ગાડીની વોચમાં LCB જવાનો ગોઠવાયા હતાં. દરમિયાનબાતમીવાળી ગાડી આવતા તેને કોર્ડન કરી રોકી તપાસ કરતા આઇશરમાં ચાલક એકલો જ બેઠેલો હોય તેનું નામ પૂછતાં કાંતિલાલ સવજી મુછડીયા (રહે. સરપદડ ગામ તા. પડધરી જી. રાજકોટ)નો હોવાનું જણાવ્યું હતું. ટેમ્પોની પાછળના ભાગે તાડપત્રી બાંધેલ હોય તેને હટાવી જોતાં પ્રથમ દ્રષ્ટિએ આઇશર ખાલી જણાઈ હતી. ત્યારબાદ પોલીસે બારીકાઈથી ચેક કરતાં પાછળના ભાગે એક ચોરખાનું મળ્યું હતું. જેને ખોલીને જોતાં વિપુલ પ્રમાણમાં વિદેશી દારૂ મળ્યો હતો. વધુ પૂછતાછ કરતાં ગાડીના ચાલકે મારા મિત્ર પિયુષ પ્રવીણ ભલારા (રહે. રાજકોટ કોઠારીયા નાકા)એ આ ગાડી લઈ અમરેલી જવા જણાવેલ અને આ દારૂ અમરેલીના લાલિયા ખાતે બિપિન ઉર્ફે જલારામ ઉર્ફે કાણિયાને આપવાનો હોવાનું જણાવ્યું હતું. પોલીસે રૂા.15, 05, 304નો વિદેશી દારૂનો જથ્ થો રૂા.7 લાખની ગાડી, રૂા.5 હજારનો એક મોબાઈલ તેમજ તાડપત્રી અને દોરડું મળી કુલ મુદ્દામાલ રૂા.22,11,504 કબજે કરી ગાડીચાલકની અટકાયત કરી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *