પાટણ LCB ટીમે વૃદ્ધાશ્રમમાં વડીલો સાથે દિવાળીની ઉજવણી કરી:મીઠાઈ અને નવાં કપડાંનું વિતરણ કર્યું, નિરાધાર વડીલોના ખબરઅંતર પૂછી તેમની સાથે સમય વિતાવ્યો

📅 Published: November 4, 2026 | 📂 Category: gujarati-news

દિવાળીના પર્વ નિમિત્તે પાટણ LCBની ટીમે સામાજિક જવાબદારીના ભાગરૂપે સ્થાનિક વૃદ્ધાશ્રમની મુલાકાત લીધી હતી. અહીં પોલીસ અધિકારીઓ અને જવાનોએ વૃદ્ધાશ્રમમાં રહેતા નિરાધાર વડીલોના ખબરઅંતર પૂછ્યા હતા અને તેમને દિવાળીની શુભેચ્છાઓ પાઠવી હતી. મીઠાઈ અને નવાં વસ્ત્રોનું વિતરણ કર્યું
દિવાળીની ઉજવણી દરમિયાન LCB ટીમ દ્વારા વૃદ્ધાશ્રમમાં રહેતા વડીલોને મીઠાઈ અને નવાં કપડાંનું વિતરણ કરવામાં આવ્યું હતું. કાયદો અને વ્યવસ્થા જાળવવાની વ્યસ્ત કામગીરી વચ્ચે પોલીસ કર્મચારીઓએ વડીલો સાથે સમય વિતાવી તેમની સાથે વાતચીત કરી હતી. પોલીસની પહેલથી વડીલોમાં ખુશીનો માહોલ
પરિવારથી દૂર વૃદ્ધાશ્રમમાં રહેતા વડીલો વચ્ચે પોલીસ ટીમ પહોંચતાં ભાવુક વાતાવરણ સર્જાયું હતું. વડીલોએ પોલીસ કર્મચારીઓ સાથે સંવાદ કર્યો હતો અને દિવાળીના તહેવાર નિમિત્તે કરવામાં આવેલી આ મુલાકાત તથા ભેટસોગાદ બદલ આભાર વ્યક્ત કર્યો હતો. પાટણ LCB ટીમની આ પહેલથી પોલીસ માત્ર કાયદો અને વ્યવસ્થાની કામગીરી પૂરતી સીમિત ન રહેતાં સામાજિક જવાબદારી નિભાવવામાં પણ યોગદાન આપી શકે છે તેવો સંદેશ જોવા મળ્યો હતો.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *