વેરાવળના ગાર્ડનમાં સિનિયર સિટિઝનો પર હુમલો:ઉમંગ જગુ બારૈયા અને અજાણ્યા શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ

📅 Published: November 5, 2026 | 📂 Category: gujarati-news

વેરાવળની વણંદ સોસાયટીમાં આવેલા વીર સાવરકર ગાર્ડનમાં સિનિયર સિટિઝનો પર હુમલાની ફરિયાદ બાદ ઉમંગ જગુ બારૈયા અને અજાણ્યા શખ્સો સામે FIR નોંધાઈ છે. પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી છે. ફરિયાદ મુજબ, સિનિયર સિટિઝનો અને નિવૃત્ત વેપારીઓ રોજ સાંજે ગાર્ડનમાં બેસવા જાય છે. તેમનો આરોપ છે કે છેલ્લા ઘણા સમયથી કેટલાક લોકો ત્યાં દારૂ અને ડ્રગ્સ જેવા નશીલા પદાર્થોનું સેવન કરે છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ, 1 નવેમ્બર 2026ના રોજ આશરે 20થી 25 લોકોએ ભેગા મળીને સિનિયર સિટિઝનો સાથે મારામારી કરી હતી. ફરિયાદીઓએ આ લોકોની ઓળખ કરી કાર્યવાહી કરવા અને ગાર્ડનમાં દારૂ તથા નશીલા પદાર્થોના સેવન અને વેચાણની તપાસ કરવાની માગ કરી છે. તેમણે ગાર્ડન અને આસપાસના વિસ્તારના CCTV ફૂટેજ મેળવી સુરક્ષિત રાખવા, નગરપાલિકા દ્વારા ગાર્ડની ડ્યૂટી ગોઠવવા અને સાંજે તથા રાત્રે પોલીસ પેટ્રોલિંગ કરવાની પણ માગ કરી છે. ફરિયાદીઓમાં કિશોરભાઈ જોશી, હસમુખભાઈ માવધીયા, ધીરુભાઈ દવે, ધનજીભાઈ ખારવા, ગોવિંદભાઈ આહુજા, પરસોતમભાઈ કુંભાર, કાન્તિભાઈ વાજા અને કાળુભાઈ કોળીનો સમાવેશ થાય છે. ફરિયાદમાં ઇજાગ્રસ્તોના ફોટા અથવા મેડિકલ રિપોર્ટ, CCTV ફૂટેજ કે વીડિયો અને સાક્ષીઓનાં નામ-સંપર્કની વિગતોનો ઉલ્લેખ છે. સીટી પોલીસ ઇન્સ્પેક્ટર જે. એન. ગઢવીના માર્ગદર્શન હેઠળ પોલીસે કાર્યવાહી કરી. સિનિયર સિટિઝન ગ્રુપે તાત્કાલિક પગલાં બદલ પોલીસનો આભાર માન્યો.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *