નગરપાલિકા કારોબારી સમિતિની બેઠકમાં કારોબારી ચેરમને નીલમ પટેલ ની અધ્યક્ષતામ યોજાઈ હતી. શહેરના વિવિધ વિસ્તારોમાં નવી આંગણવાડી, વરસાદી પાણીનો નિકાલ, રસ્તા રિસરફેસિંગ, સીસી રોડ તેમજ,પાણી ની પરબ, એસટીપી પ્લાન્ટ સાથે સંકળાયેલા મહત્વના કામોને લીલી ઝંડી આપવામાં આવી છે. વિક્રમ સંવત 2082ના દિવાળી પર્વ નિમિત્તે નગરપાલિકા કારોબારી સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં નગરપાલિકા વિસ્તારના જુદા-જુદા વિકાસલક્ષી કામો અંગેની રજૂઆતો ચર્ચા-વિચારણા અર્થે મૂકવામાં આવી હતી. જેમાં વોર્ડ નંબર 11, વોર્ડ નંબર 7 તેમજ વોર્ડ નંબર 9 માં આંગણવાડી નિર્માણના કામોને મંજૂરી આપવામાં આવી છે. આ ઉપરાંત ચોમાસા દરમિયાન ભરાતા વરસાદી પાણીના યોગ્ય નિકાલ માટેની વ્યવસ્થા તથા માર્ગોના રિસરફેસિંગની કામગીરીને પણ બેઠકમાં આવરી લેવામાં આવી છે. શહેરના 14 જેટલા અલગ-અલગ વિસ્તારોમાં સીસી રોડ બનાવવાના કામોને કારોબારી દ્વારા મંજૂર કરવામાં આવ્યા છે. નિયમિત એજન્ડા ઉપરાંત વધારાના અન્ય 12 વિકાસ કામો પણ બેઠકમાં હાથ પર લઈને સ્વીકારવામાં આવ્યા છે. માખણીયા ખાતે આવેલા એસટીપી પ્લાન્ટમાં પાણીની સુવિધા માટે બોર બનાવવાની રજૂઆત સ્વીકારી તે પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે.નગર પાલિકા ખાતે પાણી ની પરબ આ સાથે જ નગરપાલિકા ક્ષેત્રમાં નવા એસટીપી પ્લાન્ટ માટે નિયત જગ્યાની ફાળવણી અંગેની દરખાસ્તને પણ કારોબારી સમિતિ દ્વારા મંજૂરી આપવામાં આવી છે.
નગરપાલિકાની બેઠકમાં વિકાસકામોને મંજૂરી મળી:વોર્ડ 7, 9 અને 11માં આંગણવાડી, 14 વિસ્તારમાં સીસી રોડ અને નવા એસટીપી પ્લાન્ટની દરખાસ્ત મંજૂર
📅 Published: November 5, 2026 |
📂 Category: gujarati-news
