Blinkit Ambulance: બ્લિંકિટ એમ્બ્યુલન્સ હવે દરેક માટે ફ્રી નહીં, દિપીન્દર ગોયલે કરી જાહેરાત- હવે લાગશે ચાર્જ!

📅 Published: November 5, 2026 | 📂 Category: Business

બ્લિંકિટ એમ્બ્યુલન્સને લઈને ઝોમેટોના સ્થાપક દીપિન્દર ગોયલે નવી માહિતી આપી છે. હવે બ્લિંકિટની એમ્બ્યુલન્સ સેવા સંપૂર્ણપણે મફત નહીં રહે. ગોયલે સ્પષ્ટતા કરી છે કે ઇમરજન્સી સિવાયની મુસાફરી માટે બ્લિંકિટ એમ્બ્યુલન્સ બુક કરાવનાર પાસેથી 2,500 રૂપિયા ચાર્જ લેવામાં આવશે. ચાલો જાણીએ કે ગોયલે આ અંગે વધુ શું માહિતી આપી છે.

ગોયલે જણાવ્યું કે ઇમરજન્સીની સરખામણીએ હવે સામાન્ય મેડિકલ તપાસ માટે પણ એમ્બ્યુલન્સ બુક કરાવવાનું પ્રમાણ વધી રહ્યું છે. ઝોમેટો અને બ્લિંકિટનું સંચાલન કરતી કંપની ‘ઇટર્નલ’ના વાઇસ ચેરમેન દીપિન્દર ગોયલે સ્પષ્ટ કર્યું કે ગંભીર હાલતમાં દર્દીઓને હોસ્પિટલ પહોંચાડવાની સેવા પહેલાંની જેમ જ મફત રહેશે. જોકે, ઇમરજન્સી ન હોય તેવી મુસાફરી માટે સેવા પૂરી થયા બાદ 2,500 રૂપિયા ચાર્જ લેવામાં આવશે. આ ચાર્જ સામાન્ય ખાનગી એમ્બ્યુલન્સના ભાડા જેટલો જ છે.

<a href="

=” target=”_blank”>

=

સોશિયલ મીડિયા પર આપી માહિતી

દીપિન્દર ગોયલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘એક્સ’ પર આ અંગે માહિતી આપતાં લખ્યું કે, “છેલ્લાં બે વર્ષમાં અમે લગભગ 20,000 ઇમરજન્સી પરિસ્થિતિઓમાં સેવા આપી છે. કુલ મળીને આશરે 42,000 કેસમાં અમે મદદ કરી છે. આમાંથી એક પણ કેસ માટે અમે એક રૂપિયો પણ ચાર્જ લીધો નથી અને ભવિષ્યમાં પણ આ સેવા આવી જ મફત રાખવા માગીએ છીએ.”

તેમણે વધુમાં જણાવ્યું કે, “બધી જ સેવાઓ મફત હોવાથી હવે સામાન્ય મેડિકલ તપાસ, હોસ્પિટલ જવા અને હોસ્પિટલમાંથી ઘરે પરત આવવા માટે પણ એમ્બ્યુલન્સ બુક કરાવવાનું પ્રમાણ વધી રહ્યું છે. આવી મુસાફરી માટે ઉબર અથવા ખાનગી વાહનોનો પણ સરળતાથી ઉપયોગ કરી શકાય છે.”

ગોયલે કહ્યું કે આવી બુકિંગના કારણે સંપૂર્ણ સુવિધાથી સજ્જ એમ્બ્યુલન્સ અને પેરામેડિકલ કર્મચારીઓ સામાન્ય મુસાફરીમાં રોકાઈ જાય છે. પરિણામે, જ્યારે કોઈની જિંદગી બચાવવા માટે તેમની ખરેખર જરૂર હોય ત્યારે તેમની ઉપલબ્ધતા ઘટી શકે છે.

2,500 રૂપિયાની આવક ક્યાં જશે?

દીપિન્દર ગોયલે વધુમાં જણાવ્યું કે ઇમરજન્સી સિવાયની મુસાફરી માટે દર્દીઓ પાસેથી લેવામાં આવતો ચાર્જ ‘ઇટર્નલ ફાઉન્ડેશન’ને આપવામાં આવશે. આ સંસ્થા જ બ્લિંકિટની એમ્બ્યુલન્સનું સંચાલન કરે છે. આ આવકથી એમ્બ્યુલન્સ સેવાનો વધુ વિસ્તાર કરવામાં મદદ મળશે.

મહત્ત્વની વાત એ છે કે ગંભીર ઇમરજન્સીમાં દર્દીઓને હોસ્પિટલ પહોંચાડવાની બ્લિંકિટની સેવા હજી પણ સંપૂર્ણપણે મફત રહેશે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *