Surat: પત્ની સાથે પ્રેમસંબંધની શંકામાં હત્યાનું ષડયંત્ર

📅 Published: November 5, 2026 | 📂 Category: Surat

પોલીસની સઘન તપાસ અને પૂછપરછ દરમિયાન ચોંકાવનારી હકીકતો બહાર આવી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, મુખ્ય આરોપી અબ્દુલરહેમાન અબ્દુલમજીદ શેખને મૃતક સાજીદ કુરેશીનો પોતાની પત્ની સાથે પ્રેમસંબંધ હોવાની શંકા હતી. આ બાબતે સાજીદ તેને હેરાન કરતો હોવાની માન્યતા રાખી અબ્દુલરહેમાને સાજીદની હત્યા કરવાનું કાવતરું ઘડયું હતું. આરોપી અબ્દુલરહેમાનના મકાનમાં ભાડેથી રહેતા સોયેબ અબ્દુલકાદર ઘાંચીને તેણે સાજીદની હત્યા કરવા માટે રૂ.1 લાખની સોપારી આપી હતી. બંનેએ હત્યાને અકસ્માતનું સ્વરૂપ આપવાની યોજના બનાવી હતી. આ માટે આરોપીઓએ કડી ખાતેથી એક બોલેરો પીકઅપ વાહન પણ ખરીદ્યું હતું.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *