Dahod: ANW એ બોરખેડા પાસે ફોરવ્હીલર આંતરી; 265 કિલો અફીણના ડોડા સાથે 47.89 લાખનો મુદ્દામાલ જપ્ત!

📅 Published: November 6, 2026 | 📂 Category: Crime

દાહોદ જિલ્લામાં માદક પદાર્થોની તસ્કરી સામે પોલીસે વધુ એક મોટો અને નિર્ણાયક સપાટો બોલાવ્યો છે. દાહોદ એન્ટિ-નાર્કોટિક્સ વિંગ (ANW) ની ટીમે ચોક્કસ બાતમીના આધારે કતવારા પોલીસ સ્ટેશનની હદમાં આવેલા બોરખેડા ગામ નજીક ફિલ્મી ઢબે ઓપરેશન પાર પાડીને ગેરકાયદેસર રીતે ઘૂસાડવામાં આવી રહેલા અફીણના ડોડા (પોસ્ટડોડા) નો તોતિંગ જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે શંકાસ્પદ ફોરવ્હીલર ગાડીને કોર્ડન કરી તલાશી લેતાં તેમાંથી 265.990કિલોગ્રામ જેટલો નશીલો પદાર્થ મળી આવ્યો હતો. પોલીસે અંદાજે રૂપિયા 39.89 લાખની કિંમતનો માદક પદાર્થ અને રૂપિયા 8 લાખની ફોરવ્હીલર ગાડી મળી કુલ રૂપિયા 47.89લાખનો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરનો ગુનો નોંધ્યો છે.

બોરખેડા પાસે વોચ ગોઠવી અફીણના ડોડા ગાડી ઝડપી

દાહોદ ANW ટીમને ગુપ્ત બાતમી મળી હતી કે સરહદી માર્ગેથી એક ફોરવ્હીલર ગાડીમાં ગેરકાયદેસર નશીલા પદાર્થોનો મોટો જથ્થો ગુજરાતમાં ઘૂસાડવામાં આવી રહ્યો છે, જેના આધારે બોરખેડા ગામ પાસે નાકાબંધી ગોઠવવામાં આવી હતી.શંકાસ્પદ વાહનની તલાશી લેતાં તેમાંથી પ્લાસ્ટિકના કોથળાઓમાં પેક કરેલો કુલ 265 કિલો અને 990 ગ્રામ અફીણના ડોડાનો જથ્થો મળી આવ્યો હતો, જેની બજાર કિંમત આશરે ₹39.89આંકવામાં આવી છે.તસ્કરીમાં ઉપયોગમાં લેવાયેલી રૂપિયા 8 લાખ ની કિંમતની ફોરવ્હીલર ગાડી પણ પોલીસે જપ્ત કરી છે. માદક દ્રવ્યો અને વાહન મળીને પોલીસે સ્થળ પરથી કુલ રૂપિયા 47.89 લાખનો મુદ્દામાલ સીઝ કર્યો છે.

કતવારા પોલીસ મથકે NDPS એક્ટ હેઠળ ગુનો દાખલ

આ કન્સાઇનમેન્ટ ક્યાંથી લાવવામાં આવ્યું હતું અને ગુજરાતમાં કોને ડિલિવરી આપવાની હતી તે દિશામાં પોલીસે તપાસનો દોર લંબાવ્યો છે. પ્રાથમિક દ્રષ્ટિએ આ જથ્થો મધ્યપ્રદેશ કે રાજસ્થાનના અફીણ ઉત્પાદક પટ્ટામાંથી લવાયો હોવાની આશંકા છે. કતવારા પોલીસે NDPS (નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સિસ) એક્ટ હેઠળ ગુનો નોંધી સપ્લાયર અને રિસીવર બંનેને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

આ પણ વાંચો:Surat: મનપાએ રસ્તા પર મૂકી દીધો મોતના મુખ જેવો ફાંસલો! ઉધનામાં રોડ પર લોખંડની એંગલ સાથે ટાયર અથડાતાં ટેમ્પો પલટી ગયો


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *