'6 વર્ષનું બાળક ફટાકડાથી ડરે છે':'સ્કૂલમાં મિત્રો ‘ડરપોક’ કહીને ચીડવે છે, બાળકને કેવી રીતે સમજાવું કે ડરએ ‘નબળાઈ’ નથી'

📅 Published: November 7, 2026 | 📂 Category: Lifestyle

સવાલ- હું નવી દિલ્હીની છું. મારો 6 વર્ષનો દીકરો ફટાકડાથી ખૂબ ડરે છે. જ્યારે આસપાસનાં બીજા બાળકો ફટાકડા ફોડે છે, ત્યારે તે ગભરાઈને ત્યાંથી ભાગી જાય છે અથવા મારી પાછળ છુપાઈ જાય છે. તેના ડરને કારણે અમને કોઈ તકલીફ નથી, ઉલટાનું ફટાકડાથી દૂર રહેવું તેની સુરક્ષાની દૃષ્ટિએ સારું જ છે. પરંતુ બીજા બાળકો તેને ‘ડરપોક’ અને ‘નબળો’ કહીને ચીડવે છે. તેના કારણે તેને શરમ અનુભવાવા લાગી છે. તેને લાગે છે કે તે બાકીના છોકરાઓ જેટલો બહાદુર નથી. હું તેને કેવી રીતે સમજાવું કે ડરવું સામાન્ય છે. ડરવાનો અર્થ નબળા હોવું નથી? બીજા બાળકોના ટોણા સાંભળીને તેના મનમાં પેદા થઈ રહેલી હીનભાવનાને કેવી રીતે દૂર કરું અને તેનો આત્મવિશ્વાસ કેવી રીતે વધારું? નિષ્ણાત- રિદ્ધિ દોષી પટેલ, ચાઇલ્ડ એન્ડ પેરેન્ટિંગ સાઇકોલોજિસ્ટ, મુંબઈ જવાબ- સવાલ પૂછવા બદલ આભાર. બાળકનું ફટાકડાથી ડરવું બિલકુલ સામાન્ય છે. આવી સ્થિતિમાં તેને એ સમજાવવું જરૂરી છે કે ડર લાગવો નબળાઈ નથી, પરંતુ પોતાની સુરક્ષાને લઈને થતી સ્વાભાવિક પ્રતિક્રિયા છે. હકીકતમાં, 6 વર્ષની ઉંમરે બાળકોનો ભાવનાત્મક વિકાસ થઈ રહ્યો હોય છે. તેઓ આસપાસના લોકોના વર્તન અને પ્રતિક્રિયાઓથી પોતાના વિશે અભિપ્રાય બનાવવા લાગે છે. આવી સ્થિતિમાં જ્યારે બીજા બાળકો કોઈ ડરને લઈને ચીડવે છે, ત્યારે બાળક પોતાની લાગણીઓને ‘નબળાઈ’ સમજવા લાગે છે. તેને એવું લાગી શકે છે કે જો તે બીજાઓની જેમ ફટાકડા નથી ફોડી શકતો, તો તેનામાં કોઈ ખામી છે. ધીમે-ધીમે આ વિચાર તેના આત્મવિશ્વાસને અસર કરી શકે છે. તેના મનમાં પોતાના વિશે નકારાત્મક ધારણા ઊભી થઈ શકે છે. અહીં માતા-પિતા સામે બે પડકારો છે. ફટાકડાથી ડરવું કોઈ નબળાઈ નથી સૌથી પહેલાં એ સમજવું જરૂરી છે કે ફટાકડાથી ડરવું કોઈ કમજોરી કે બીમારી નથી. ફટાકડાના તેજ અવાજ, અચાનક થતો ધડાકો, ચમકદાર રોશની અને ધુમાડાથી નાના બાળકનું ગભરાવું સ્વાભાવિક છે. દરેક બાળકની સંવેદનશીલતા અલગ હોય છે. કેટલાક બાળકો તેજ અવાજોને સરળતાથી સહન કરી લે છે, જ્યારે કેટલાક બાળકોને આવા અવાજોથી તકલીફ થાય છે. તેથી પેરેન્ટ્સે બાળકનો ડર દૂર કરવાને બદલે તેને સમજવા, તેની લાગણીઓને સ્વીકારવા અને ધીમે-ધીમે તેનો આત્મવિશ્વાસ વધારવા પર ધ્યાન આપવું જોઈએ. આ માટે બાળકને કેટલીક બાબતો શીખવવી જરૂરી છે- બાળકના ડરને સમજો અને સ્વીકારો બાળક ફટાકડાના અવાજ સાંભળીને છુપાઈ જાય અથવા ત્યાંથી ભાગી જાય, તો તેની પ્રથમ જરૂરિયાત સુરક્ષા અને ભાવનાત્મક સહાયની છે. તે સમયે તેને એ સમજાવવાનો પ્રયાસ ન કરો કે ફટાકડાથી ડરવાની કોઈ જરૂર નથી. બાળકને ભલે કોઈ તાત્કાલિક જોખમ ન હોય, પરંતુ તેના માટે એ અવાજ ખરેખર ડરામણો હોઈ શકે છે. આવા સમયે તેને કહો- ”હું સમજી શકું છું કે ફટાકડાનો અવાજ તને ડરાવે છે. તું મારી પાસે સુરક્ષિત છે. તારે ફટાકડા સળગાવવાની કે તેમની પાસે જવાની જરૂર નથી.” આનાથી બાળકને ખબર પડે છે કે તેની લાગણીઓને ગંભીરતાથી લેવામાં આવી રહી છે. આથી બાળક પોતાની લાગણીઓને સમજવા અને તેને સંભાળવાનું શીખે છે. જોકે, તેનો અર્થ એ નથી કે દરેક પરિસ્થિતિમાં તેને અસહાય માની લેવામાં આવે. બાળકને ‘બહાદુરી’ની વ્યાખ્યા સમજાવો બાળકને ‘બહાદુરી’ની વ્યાખ્યા આ રીતે સમજાવી શકો છો- મિત્રો ચીડવે તો બાળક શું કરે? આ મામલે માત્ર બાળકનો ડર જ સમસ્યા નથી. અન્ય બાળકોના ટોણાને કારણે તે પોતાના વિશે ખોટી ધારણા બનાવવા લાગ્યો છે. તેથી પેરેન્ટ્સ તેને કેટલાક સરળ જવાબો શીખવી શકે છે, જેનો ઉપયોગ તે પોતાની ઉંમરના બાળકો વચ્ચે કરી શકે, જેમ કે- આ જવાબોનો ઘરે રમત-રમતમાં અભ્યાસ કરાવો. માતા-પિતા બીજા બાળકની ભૂમિકા ભજવે અને બાળકને પોતાની વાત કહેવાની તક આપે. આનાથી તેને વાસ્તવિક પરિસ્થિતિમાં જવાબ આપવાનો આત્મવિશ્વાસ મળશે. એ પણ સમજાવો કે જો બીજા બાળકો તેને વારંવાર ચીડવે, ડરાવે અથવા ફટાકડા ફોડવા માટે મજબૂર કરે, તો તે ત્યાંથી દૂર જઈ શકે છે અને કોઈ મોટા વ્યક્તિને કહી શકે છે. દરેક ટોણાનો જવાબ આપવો જરૂરી નથી. આ રીતે બાળકનો આત્મવિશ્વાસ વધારો બાળકનો આત્મવિશ્વાસ વધારવા માટે તેની એવી ખૂબીઓ પર ધ્યાન આપો, જેનો ફટાકડા સાથે કોઈ સંબંધ નથી, જેમ કે- આ ગુણોની પ્રશંસા કરતી વખતે સામાન્ય શબ્દોને બદલે સ્પષ્ટ વાત કહો. ઉદાહરણ તરીકે- એક બીજી મહત્વપૂર્ણ વાત એ છે કે બાળકની સરખામણી બીજા બાળકો સાથે ન કરો. આ વાતો ક્યારેય ન કહો- આવાં વાક્યો તેનામાં હીનભાવના વધારી શકે છે. બાળકનો આત્મવિશ્વાસ વધારવા માટે કેટલીક બાબતોનું ધ્યાન રાખો- વાલીઓ આ ભૂલો કરવાનું ટાળો કેટલાક વાલીઓ વિચારે છે કે બાળક વારંવાર ફટાકડાનો અવાજ સાંભળશે તો તેનો ડર આપમેળે દૂર થઈ જશે. પરંતુ તેને બળજબરીથી ફટાકડાની નજીક લઈ જવાથી ઊલટું પરિણામ આવી શકે છે. આનાથી તેનો ભય વધી શકે છે અને માતા-પિતા પરનો વિશ્વાસ પણ ઓછો થઈ શકે છે. નિષ્ણાતની મદદ ક્યારે લેવી? પટાકાથી ડરવું પોતાનામાં કોઈ સમસ્યા નથી. પરંતુ આ પરિસ્થિતિઓમાં ચાઈલ્ડ સાઈકોલોજિસ્ટની સલાહ લેવી વધુ સારું છે- અંતિમ વાત બાળકને એ શીખવવું જરૂરી છે કે પોતાની અસહજતા ઓળખવી, જરૂર પડે ત્યારે ના પાડવી અને સુરક્ષિત વિકલ્પ પસંદ કરવો પણ બહાદુરી છે. માતા-પિતાનો સહયોગ અને પ્રોત્સાહન તેને બીજાઓની વાતોથી પ્રભાવિત થયા વિના પોતાના પર વિશ્વાસ કરવાનું શીખવશે. ……………………………. ગ્રાફિક- વિપુલ શર્મા


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *