સંસ્કારી નગરી વડોદરામાં રંગોળી પ્રદર્શનની પરંપરા દાયકાઓ જૂની છે. જેને શહેરના રંગોળી કલાકારોએ આજે પણ અકબંધ રાખી છે. ત્યારે ખંડેરાવ માર્કેટ પાસે આવેલા સયાજી વિહાર ક્લબ ખાતે છેલ્લાં 15 વર્ષથી રંગોળી પ્રદર્શન યોજતાં પરંપરા રંગોળી કલાકાર ગ્રૂપ દ્વારા આજથી તા. 15 નવેમ્બર સુધી રંગોળી પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. જેને સાંજના 5 થી રાત્રીના 10 કલાક સુધી નિહાળી શકાશે. તે સાથે જ સહજ રંગોળી ગ્રૂપ દ્વારા આ વર્ષે 53માં રંગોળી પ્રદર્શનનું આયોજન ગોત્રીના ઈસ્કોન મંદિર ખાતે તા.15 નવેમ્બર સુધી કરાયું છે. જેને સાંજના 5થી રાતના 9 વાગ્યા સુધી નિહાળી શકાશે. નોંધનીય છે કે, પરંપરા રંગોળી ગ્રૂપ દ્વારા નટ સમ્રાટ, હનુમાન અંશ, ચંદ્રમુખી, સ્ત્રીના હાથમાં પક્ષી હોય તે સહિતની અન્ય કલાત્મક રંગોળીઓ પ્રદર્શિત કરાઈ છે. જ્યારે સહજ રંગોળી ગ્રૂપ દ્વારા આ વર્ષે દશાવતાર થીમ પર 12 રંગોળી બનાવવામાં આવી છે. તે સાથે જ કિર્તી મંદિર, આકૃતિ આર્ટ ગેલેરી, મામાની પોળ, રાવપુરા કુમાર શાળા નં. 1, ફતેગંજના મોલમાં આવેલી રિપલ આર્ટ ગેલેરી સહિતના સ્થળોએ રંગોળી પ્રદર્શન યોજાયા છે.
Vadodara: દિવાળી નિમિત્તે શહેરમાં ઠેર – ઠેર રંગોળી પ્રદર્શનનું આયોજન કરાયું
📅 Published: November 7, 2026 |
📂 Category: Baroda
