પોલેન્ડના ક્રાકો શહેરમાં ગોળીબાર, 5 લોકોનાં મોત:10થી વધુ લોકો ઘાયલ; પોલીસે હુમલાખોરને ગોળી મારી

📅 Published: November 7, 2026 | 📂 Category: International

પોલેન્ડના ક્રાકો શહેરમાં શનિવારે એક બજારમાં થયેલી ગોળીબારમાં 5 લોકોનાં મોત થયા, જ્યારે 10થી વધુ લોકો ઘાયલ થયા. પોલીસના જણાવ્યા અનુસાર, એક હુમલાખોર કારમાં સવાર થઈને મેઇન માર્કેટ સ્ક્વેર પહોંચ્યો અને ત્યાં હાજર લોકો પર ગોળીઓ ચલાવવા લાગ્યો. ઘાયલોમાં પોલીસકર્મીઓ પણ સામેલ છે. પોલીસે જવાબી કાર્યવાહીમાં હુમલાખોરને ગોળી મારીને ઘાયલ કરી દીધો. ત્યારબાદ તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો. પોલેન્ડના વડાપ્રધાન ડોનાલ્ડ ટસ્કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર જણાવ્યું કે પોલીસ મામલાની તપાસ કરી રહી છે. હાલમાં હુમલા પાછળનું કારણ સામે આવ્યું નથી. ગોળીબાર બાદની 5 તસવીરો


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *