SMVS હોસ્પિટલમાં મહિલા કર્મચારીની બેગમાંથી કોમન ક્રેટ સાપ નીકળ્યો:કર્મચારીઓમાં મોડી રાત્રે દોડધામ, પર્યાવરણ પ્રેમી પ્રદીપ સોલંકીએ અત્યંત ઝેરી સાપને રેસ્ક્યૂ કરી સુરક્ષિત રીતે જંગલમાં છોડ્યો

📅 Published: November 8, 2026 | 📂 Category: gujarati-news

ગાંધીનગરમાં SMVS હોસ્પિટલમાં મોડી રાત્રે એક ચોંકાવનારી ઘટના સામે આવી હતી. હોસ્પિટલના બેઝમેન્ટમાં એક મહિલા સ્ટાફ મેમ્બરની બેગમાંથી ઝેરી સાપ ઘૂસી જતાં ત્યાં હાજર કર્મચારીઓમાં ફફડાટ ફેલાયો હતો. જો કે, સમયસૂચકતા દાખવી પર્યાવરણપ્રેમી પ્રદીપ સોલંકીને જાણ કરવામાં આવતાં તેમણે સ્થળ પર પહોંચી સાપનું સુરક્ષિત રેસ્ક્યૂ કર્યું હતું. મહિલા કર્મચારીની બેગમાંથી સાપ નીકળ્યો
શનિવાર, 7 નવેમ્બરના રોજ મોડી રાત્રે આશરે 2 વાગ્યે SMVS હોસ્પિટલના બેઝમેન્ટમાં મહિલા કર્મચારીની બેગમાં સાપ જોવા મળ્યો હતો. બેગમાં સાપ હોવાની જાણ થતાં જ આસપાસના સ્ટાફ મેમ્બર્સ ગભરાઈ ગયા હતા. ત્યારબાદ પર્યાવરણપ્રેમી પ્રદીપ સોલંકીને બોલાવવામાં આવ્યા હતા. પ્રદીપ સોલંકીએ સ્થળ પર પહોંચીને બેગની તપાસ કરતાં તેના સાઇડના ખાનામાં કાળોતરો (કોમન ક્રેટ) સાપ હોવાનું જણાયું હતું. કાળોતરો ભારતની મુખ્ય ચાર ઝેરી સાપની પ્રજાતિઓમાંની એક છે અને તેનું ઝેર અત્યંત ઘાતક માનવામાં આવે છે. સાપને સુરક્ષિત રીતે જંગલ વિસ્તારમાં મુક્ત કરાયો
આ સ્થિતિમાં કોઈને નુકસાન ન થાય તે રીતે પ્રદીપ સોલંકીએ સાવચેતીપૂર્વક સાપને બેગમાંથી બહાર કાઢ્યો હતો. ત્યારબાદ તેને સુરક્ષિત રીતે કુદરતી જંગલ વિસ્તારમાં મુક્ત કરવામાં આવ્યો હતો. આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હોવાનું જાણવા મળ્યું છે. રાત્રિના સમયે હોસ્પિટલમાં બનેલી આ ઘટનાએ સ્ટાફ મેમ્બર્સમાં ભારે આશ્ચર્ય અને ગભરાટ ફેલાવ્યો હતો.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *