ભાવનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચે સિહોર-ટાણા રોડ પરથી બાઈક સાથે શંકાસ્પદ હાલતમાં ત્રણ શખસને રૂપિયા7 હજારની રોકડ અને ₹50 હજારની કિંમતના બાઈક સાથે ઝડપી પાડ્યા હતા. પૂછપરછ દરમિયાન આશરે એક મહિના પહેલાં સિહોરની એકતા સોસાયટીમાં આવેલા બંધ મકાનમાંથી ચોરી કરી હોવાની કબૂલાત આપી હતી. તેમજ એક શખસ પાસેથી દેશી બનાવટની પિસ્તોલ અને જીવતા કારતૂસ મળી આવતાં તેની સામે આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધાયો હતો. એક મહિના પહેલા ચોરી કર્યાંની કબૂલાત
સિહોર-ટાણા રોડ પરથી મનોજ પીતાંમ્બરભાઈ વણોદીયા, રાકેશ ઉર્ફે રાકલો પ્રકાશભાઈ વણોદિયા અને રીંકું બેલસીંગભાઈ રાજકોટીયા પાસેથી ₹7 હજાર રોકડ અને ₹50 હજારની કિંમતનું બાઈક મળી આવ્યું હતું. પૂછપરછ દરમિયાન ત્રણેયે શખસોએ આશરે એક મહિના પહેલાં સિહોરની એકતા સોસાયટીમાં બંધ મકાનમાં ચોરી કરી હોવાની કબૂલાત આપી હતી. ત્રણેયને વધુ તપાસ માટે સિહોર પોલીસને સોંપાયા
આ ગુનામાં સોનલબેન સોલંકીનું નામ પણ ખુલ્યું હતું. જ્યારે મનોજ વણોદીયા પાસેથી ₹10 હજારની દેશી બનાવટની ગેરકાયદે પિસ્તોલ અને ₹300ના જીવતા કારતૂસ મળી આવતાં તેની સામે આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધાયો હતો. ક્રાઇમ બ્રાન્ચે કુલ ₹67,300નો મુદ્દામાલ કબજે કરી ત્રણેયને વધુ તપાસ માટે સિહોર પોલીસને સોંપ્યા હતા.
સિહોરમાં બંધ મકાનમાંથી થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો:હરિયાણાના ત્રણ શખસ ઝડપાયા, એક પાસેથી ગેરકાયદે પિસ્તોલ સહિત જીવતા કારતૂસ મળ્યા
📅 Published: November 8, 2026 |
📂 Category: gujarati-news
