Tilak Verma Birthday : ઉધારના બેટથી ટીમ ઈન્ડિયા સુધીની સફર, 24 વર્ષના થયા તિલક વર્મા, જાણો તેમની સંઘર્ષગાથા

📅 Published: November 8, 2026 | 📂 Category: cricket

ભારતીય ક્રિકેટના ઉભરતા સ્ટાર તિલક વર્મા આજે એટલે કે પોતાનો 24મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. હૈદરાબાદની સામાન્ય પરિવારમાંથી આવતા તિલક આજે ટીમ ઈન્ડિયાના મહત્ત્વના બેટ્સમેન બની ચૂક્યા છે. ડાબા હાથના આ બેટ્સમેને પોતાની આક્રમક બેટિંગ, મુશ્કેલ પરિસ્થિતિમાં ધીરજ અને મોટા મુકાબલામાં શાનદાર પ્રદર્શનથી અલગ ઓળખ બનાવી છે. જોકે, અહીં સુધી પહોંચવાની તેમની સફર બિલકુલ આસાન નહોતી. એક સમયે ક્રિકેટનું સાધન ખરીદવા માટે પણ સંઘર્ષ કરનાર તિલક આજે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ભારતનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે.

સામાન્ય પરિવારમાં જન્મ, પિતાએ સંઘર્ષ કરીને પૂરાં કર્યાં સપનાં

તિલક વર્માનો જન્મ 8 નવેમ્બર 2002ના રોજ હૈદરાબાદમાં થયો હતો. તેમના પિતા નમ્બૂરી નાગરાજુ ઇલેક્ટ્રિશિયન તરીકે કામ કરતા હતા. પરિવારની આર્થિક સ્થિતિ સારી નહોતી. ક્રિકેટ જેવો ખર્ચાળ ખેલ રમવાનું સપનું પૂરું કરવું પરિવાર માટે મોટો પડકાર હતો.તિલકને નાનપણથી જ ક્રિકેટનો શોખ હતો. જોકે, ક્રિકેટની તાલીમ અને સાધનો પાછળ ખર્ચ કરવો તેમના પરિવાર માટે મુશ્કેલ હતો. એક સમય એવો પણ હતો જ્યારે તિલકે ઉધારના બેટથી સદી ફટકારી હતી.તેમના બાળપણના કોચ સલામ બાયશને તિલકની પ્રતિભા ઓળખી હતી. તેમણે તાલીમની ફી અને ક્રિકેટનાં સાધનોની જવાબદારી ઉઠાવીને તિલકને આગળ વધવામાં મદદ કરી હતી. તાલીમ માટે તિલકને લાંબું અંતર પણ કાપવું પડતું હતું.

અંડર-19 વર્લ્ડ કપથી IPL સુધીની સફર

તિલક વર્માએ પોતાની પ્રતિભા ઘરેલુ ક્રિકેટમાં સાબિત કરી હતી. વર્ષ 2020માં રમાયેલા અંડર-19 વર્લ્ડ કપમાં ભારતીય ટીમનું પ્રતિનિધિત્વ કરવાની તક મળી હતી. ત્યારબાદ ઘરેલુ ક્રિકેટમાં સતત સારા પ્રદર્શનથી IPL ટીમોની નજર તેમના પર પડી હતી.વર્ષ 2022માં મુંબઈ ઇન્ડિયન્સે તેમને 1.7 કરોડ રૂપિયામાં પોતાની ટીમમાં સામેલ કર્યા હતા. IPLમાં પોતાની પ્રથમ જ સિઝનથી તિલકે પ્રભાવ પાડ્યો હતો. તેમની બેટિંગમાં આક્રમકતા અને પરિપક્વતાનો સુંદર સમન્વય જોવા મળ્યો હતો.મુંબઈ ઇન્ડિયન્સ માટે મધ્યક્રમમાં સતત ઉપયોગી ઇનિંગ્સ રમતાં તિલક ભારતીય ટીમના પસંદગીકારોનું ધ્યાન ખેંચવામાં સફળ રહ્યા હતા

ટીમ ઈન્ડિયામાં ડેબ્યૂ અને આંતરરાષ્ટ્રીય ઓળખ

તિલક વર્માએ 3 ઓગસ્ટ 2023ના રોજ વેસ્ટ ઈન્ડિઝ સામે T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું. ત્યારબાદ 15 સપ્ટેમ્બર 2023ના રોજ બાંગ્લાદેશ સામે વનડે ક્રિકેટમાં પણ પદાર્પણ કર્યું હતું.ટીમ ઈન્ડિયામાં આવ્યા બાદ તેમણે પોતાની બેટિંગથી અનેક વખત પ્રભાવિત કર્યા છે. ખાસ કરીને T20 ક્રિકેટમાં તેમની બેટિંગની ઝડપ અને દબાણમાં રમવાની ક્ષમતાએ તેમને મહત્ત્વના ખેલાડી બનાવ્યા છે.

સતત બે T20 સદી ફટકારી રચ્યો ઇતિહાસ

તિલક વર્માની કારકિર્દીનો સૌથી યાદગાર સમય નવેમ્બર 2024માં આવ્યો હતો. દક્ષિણ આફ્રિકા સામેની T20 શ્રેણીમાં તેમણે સતત બે સદી ફટકારીને ઇતિહાસ રચ્યો હતો.આ સાથે તેઓ T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સતત બે સદી ફટકારનારા પાંચમા બેટ્સમેન બન્યા હતા. આ શાનદાર પ્રદર્શન બદલ તેમને શ્રેણીના સર્વશ્રેષ્ઠ ખેલાડીનો એવોર્ડ પણ મળ્યો હતો

તિલક વર્માના ક્રિકેટ આંકડા

પાકિસ્તાન સામે ફાઇનલમાં ભારતને અપાવી યાદગાર જીત

તિલક વર્માની કારકિર્દીની સૌથી યાદગાર ઇનિંગ્સમાં 2025 એશિયા કપની ફાઇનલનો પણ સમાવેશ થાય છે.પાકિસ્તાન સામેની ખિતાબી મેચમાં ભારતીય ટીમ મુશ્કેલીમાં હતી. એક પછી એક વિકેટ પડતાં ભારત પર દબાણ વધી રહ્યું હતું. આવી સ્થિતિમાં તિલક વર્માએ શાનદાર બેટિંગ કરી હતી.તેમણે 53 બોલમાં અણનમ 69 રન ફટકાર્યા હતા. તેમની આ ઇનિંગ્સમાં 3 ચોગ્ગા અને 4 છગ્ગાનો સમાવેશ થયો હતો. ભારતે 5 વિકેટથી મેચ જીતીને એશિયા કપનો ખિતાબ પોતાના નામે કર્યો હતો.આ મેચમાં તિલકને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યા હતા

24 વર્ષની ઉંમરે નજર ભવિષ્યનાં મોટા લક્ષ્યો પર

તિલક વર્માએ ખૂબ જ નાની ઉંમરે ભારતીય ક્રિકેટમાં પોતાની જગ્યા બનાવી છે. સંઘર્ષભર્યા બાળપણથી શરૂ થયેલી તેમની સફર આજે આંતરરાષ્ટ્રીય ક્રિકેટના મોટા મંચ સુધી પહોંચી છે.2026ના T20 વર્લ્ડ કપમાં પણ તેમણે ભારતીય ટીમની ઐતિહાસિક સફળતામાં યોગદાન આપ્યું હતું. હવે તેમની પાસેથી આગામી સમયમાં વનડે અને T20 ક્રિકેટમાં વધુ મોટી ઇનિંગ્સની અપેક્ષા રહેશે

આ પણ વાંચો – IND vs PAK U19 : પાકિસ્તાની બોલર અલી રઝાનો કહેર! બીજા જ બોલે ભારતીય કેપ્ટન ક્લીન બોલ્ડ


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *