દીપાવલી અને નવા વર્ષના કાઉન્ટડાઉન વચ્ચે ગોધરા સિવિલ હોસ્પિટલમાં અકસ્માત અને મારામારીના 38થી વધુ દર્દી નોંધાયા છે. ગઈકાલથી અત્યાર સુધીમાં માર્ગ અકસ્માતમાં ઘાયલ 30થી વધુ લોકોને અને મારામારીમાં ઘાયલ 8 લોકોને સારવાર માટે લવાયા છે. ગોધરા શહેર અને આસપાસના વિસ્તારોમાં આ બનાવો બન્યા હતા. તમામ ઘાયલોને 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સથી ગોધરા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. હોસ્પિટલના ફરજ પરના તબીબી સ્ટાફ અને પેરામેડિકલ ટીમે ઘાયલોને સારવાર આપી હતી. પર્વના દિવસોમાં અકસ્માત અને મારામારીના બનાવો વધતાં હોસ્પિટલ સ્ટાફ સતર્ક રહ્યો હતો.
ગોધરા સિવિલમાં અકસ્માત અને મારામારીના 38થી વધુ દર્દી:દિવાળી અને નવા વર્ષના કાઉન્ટડાઉન વચ્ચે 30થી વધુ અકસ્માતના ઘાયલ અને મારામારીના 8 દર્દી દાખલ
📅 Published: November 8, 2026 |
📂 Category: gujarati-news
