Ahmedabad News: ગુજરાત યુનિવર્સિટીમાં ડૉ.પૃથુલ દેસાઈએ કુલપતિનો ચાર્જ સંભાળ્યો, પરીક્ષા અને પરિણામ પર ભાર અપાશે

📅 Published: November 8, 2026 | 📂 Category: gujarati-news

ગુજરાત યુનિવર્સિટીમાં કુલપતિ તરીકે ડો પૃથુલ દેસાઈની નિયુક્તિ કરવામાં આવી છે.યુનિવર્સિટીની સ્થાપના થઈ ત્યારથી અત્યાર સુધીના સમગ્ર ઇતિહાસ પર નજર કરવામાં આવે તો કેમ્પસ બહારની વ્યક્તિ કુલપતિ બન્યા હોય તેવી આ માત્ર બીજી જ ઘટના છે.આ ઉપરાંત છેલ્લા 10 વર્ષના સમયગાળા દરમિયાન પણ આ પ્રથમ વાર બન્યું છે કે યુનિવર્સિટી કેમ્પસ બહારના વહીવટકર્તાને આ સર્વોચ્ચ શૈક્ષણિક પદની જવાબદારી સોંપવામાં આવી હોય.દિવાળીના પવિત્ર દિવસે તેમણે સત્તાવાર રીતે ચાર્જ સંભાળીને પોતાના નવા કાર્યકાળનો પ્રારંભ કર્યો છે.

પરિણામો પણ વિલંબ વિના જાહેર થાય તેના પર ભાર

નવો પદભાર સંભાળ્યા બાદ તેમણે યુનિવર્સિટીની કાર્યપ્રણાલી અને લક્ષ્યાંકો અંગે સ્પષ્ટ દ્રષ્ટિકોણ રજૂ કર્યો હતો.ગુજરાત યુનિવર્સિટી આગામી સમયમાં NAAC રેન્કિંગ મેળવવા માટે જરૂરી તમામ સઘન પગલાં લેશે.યુનિવર્સિટીને સર્વોચ્ચ A++ ગ્રેડ અપાવવો તે તેમની મુખ્ય પ્રાથમિકતા રહેશે.આ શૈક્ષણિક ધ્યેય સિદ્ધ કરવા માટે સંસ્થાકીય સ્તરે વિશેષ તૈયારી કરવામાં આવશે.પરીક્ષા અને પરિણામની સમગ્ર વ્યવસ્થાને વધુ સુદ્રઢ બનાવવામાં આવશે.યુનિવર્સિટીમાં સમયસર પરીક્ષાઓ યોજાય અને તેના પરિણામો પણ વિલંબ વિના જાહેર થાય તેના પર ભાર મૂકાશે.

તેમના પિતા ગોવાના ફ્રીડમ ફાઇટર હતા

શૈક્ષણિક કેલેન્ડર જળવાય તે માટે નવા કુલપતિ ડો પૃથુલ દેસાઈએ પરીક્ષા અને પરિણામની કામગીરીને સર્વોચ્ચ અગ્રતા આપી છે.પૃથુલ દેસાઈ 32 વર્ષથી લેક્ચરર તરીકે કામગીરી કરી રહ્યાં છે. તેમની પહેલી નિમણૂક સુરતમાં લેક્ચરર તરીકે નવયુગ સાયન્સ કોલેજમાં થઈ હતી. તેઓ હાલમાં એક કોલેજના પ્રિન્સિપાલ છે. તેમના પિતા ગોવાના ફ્રીડમ ફાઇટર હતા અને SVNITમાં ફિઝિક્સના પ્રોફેસર હતા. તેમના મોટા ભાઈ પણ ફિઝિક્સમાં પ્રોફેસર છે અને હું પણ ફિઝિક્સમાં પ્રોફેસર છું.

આ પણ વાંચોઃ Amreli News: લોક સાહિત્યકાર માયાભાઈ આહીરના પુત્રની જમીન પચાવવાના કેસમાં લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ફરિયાદ


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *