દિવાળીના દિવસે (8 નવેમ્બર રવિવાર) ભારતીય શેરબજારની મુહૂર્ત ટ્રેડિંગની શરૂઆત તેજી સાથે થઈ હતી. આ ખાસ મુહૂર્ત ટ્રેડિંગ સત્રમાં, સેન્સેક્સની 30 માંથી 26 કંપનીઓના શેર વધારા સાથે લીલા નિશાનમાં ખુલ્યા હતા. જયારે આજે સપ્તાહના દિવસે બજાર લાલ નિશાન સાથે શરૂઆત થઈ. દિવાળીના બીજા દિવસે શેરબજાર ઘટાડા સાથે ખૂલ્યું. સેન્સેક્સ 232.51 પોઈન્ટ ઘટી 80,792.03ના સ્તર પર ખૂલ્યો. જયારે આ જ સમયે નિફ્ટી 39.70 પોઈન્ટ ઘટી 24,946.70 ના અંકે ખૂલ્યો.
મુહૂર્ત ટ્રેડિંગમાં બજારની કેવી રહી ચાલ
8 નવેમ્બરના રોજ મુહૂર્ત ટ્રેડિંગ સત્ર દરમિયાન, નિફ્ટીમાં નવ મહિનાની નવી ઇન્ટ્રાડે ઊંચી સપાટીએ પહોંચ્યા પછી થોડી પ્રોફિટ બુકિંગ જોવા મળી હતી. મજબૂત શરૂઆતી સંકેતો બાદ, રવિવારના એક કલાકના મુહૂર્ત ટ્રેડિંગ સત્રમાં શેરબજારમાં અચાનક ઘટાડો નોંધાયો હતો અને માર્કેટ દિવસના નીચલા સ્તરની નજીક બંધ થયું હતું. સેન્સેક્સ ૨૯ પોઈન્ટ ઘટીને ૮૦,૯૯૯ પર અને નિફ્ટી ૫૦ ૪૪ પોઈન્ટ ઘટીને ૨૪,૯૮૬ ના સ્તરથી સહેજ નીચે બંધ રહ્યો હતો.
શેરબજારમાં આજે આ કંપનીઓ વધુ ડિમાન્ડમાં
આજે શેરબજારમાં ઘણી કંપનીઓ એક્સ-ડિવિડન્ડનો વેપાર કરવા જઈ રહી છે. બજારમાં આજે બ્રિસ્ક ટેક્નોવિઝન લિમિટેડ, ગણેશ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ લિ., ડાબર ઈન્ડિયા લિમિટેડ, ઇસાબ ઇન્ડિયા લિમિટેડ અને સાક્સોફ્ટ લિમિટેડના શેર વધુ ડિમાન્ડમાં દેખાઈ રહ્યા છે.
