ભરૂચના ગોડાઉનમાં આગ લાગી:બે ફાયર ટેન્ડરોએ આગ પર કાબૂ મેળવ્યો, ફરાસખાના અને મંડપ-ડેકોરેશનના સામાનને નુકસાન

📅 Published: November 9, 2026 | 📂 Category: gujarati-news

ભરૂચના જૂના ઝાડેશ્વર વિસ્તારમાં સુથાર ફળિયામાં આવેલા મંડપ અને ડેકોરેશનના ગોડાઉનમાં આગ લાગી હતી. બે ફાયર ટેન્ડરોએ આગ પર કાબૂ મેળવ્યો હતો. ગોડાઉન શ્રીજી ગ્રાફિક્સના ચંદ્રકાંત પટેલનું છે. તેનું નામ ‘ચામુંડા કૃપા મંડપ એન્ડ ડેકોરેશન’ છે. ગોડાઉનમાં ફરાસખાના અને મંડપ-ડેકોરેશનનો સામાન રાખવામાં આવ્યો હતો. આગ લાગવાનું કારણ જાણવા મળ્યું નથી. ફાયર બ્રિગેડને જાણ થતાં બે ફાયર ટેન્ડર ઘટનાસ્થળે પહોંચ્યા હતા. ફાયર ફાઇટરોએ પાણીનો મારો ચલાવી આગ બુઝાવી હતી. પ્રાથમિક માહિતી મુજબ, ગોડાઉનમાં રાખેલા સામાનને નુકસાન થયું છે. સમયસર આગ પર કાબૂ મેળવાતા કોઈ જાનહાનિ થઈ નથી.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *