પંચમહાલ જિલ્લાના મોરવા હડફ તાલુકામાં પરબિયા ગામ નજીક સરકારી સેવા આપતી ખીલખીલાટ વાન પલટી ગઈ હતી. વાનના કેપ્ટન શિલ્પેશ નરવત પરમારને ગંભીર ઇજા થતાં ગોધરા સિવિલ હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર અપાઈ હતી. ત્યારબાદ તેમને વધુ સારવાર માટે વડોદરા ખસેડાયા હતા. મળતી માહિતી મુજબ, વાન વંદેલી ગામે દર્દીને મૂકીને ગોધરા પરત ફરી રહી હતી. પરબિયા નજીક અચાનક સામે આવેલા બાઈકચાલકને બચાવવાનો પ્રયાસ કરતાં ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો. વાન રસ્તાની બાજુમાં પલટી ગઈ હતી. અકસ્મતમાં શિલ્પેશ પરમારને શરીરના જુદા જુદા ભાગોમાં ગંભીર ઇજા થઈ હતી. જાણ થતાં 108 ઇમરજન્સી સેવા ટીમ સ્થળે પહોંચી અને તેમને ગોધરા સિવિલ હોસ્પિટલ લઈ ગઈ હતી. પ્રાથમિક સારવાર બાદ તેમની સ્થિતિને ધ્યાનમાં રાખીને વડોદરા ખસેડાયા હતા. મોરવા હડફ પોલીસે ઘટનાની તપાસ શરૂ કરી છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
પરબિયા નજીક ખીલખીલાટ વાન પલટી:વાનના ચાલકને ગંભીર ઇજા, ગોધરામાં પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર માટે વડોદરા ખસેડાયા
📅 Published: November 10, 2026 |
📂 Category: gujarati-news
