બાંગ્લાદેશ ફરી ભડકે બળ્યું, 21 જિલ્લામાં હિંસા:અનેક સ્થળોએ બોમ્બ બ્લાસ્ટ, વાહનો-ટ્રેનના કોચ સળગાવ્યા; પૂર્વ PM શેખ હસીનાની વાપસી પર બબાલ

📅 Published: November 11, 2026 | 📂 Category: International

પૂર્વ PM શેખ હસીનાના પરત ફરવાના એલાન બાદ બાંગ્લાદેશમાં હિંસા ફરી ભડકી ઉઠી છે. સોમવાર રાતથી મંગળવાર સાંજ સુધી દેશમાં ઓછામાં ઓછા 21 જિલ્લાઓમાં આગચંપીની ઘટનાઓ સામે આવી છે. બસો અને ટ્રેનના કોચમાં આગ લગાવવામાં આવી હતી. સરકારી કચેરીઓ અને શૈક્ષણિક સંસ્થાઓના ગેટ પણ બંધ કરી દેવામાં આવ્યા હતા. બાંગ્લાદેશ પોલીસ અને ઢાકા મેટ્રોપોલિટન પોલીસ (DMP)ના આંકડા મુજબ, છેલ્લા 24 કલાકમાં 11 જિલ્લાઓમાં 22 વાહનોને આગ લગાવવામાં આવી હતી. ઢાકા અને અન્ય છ જિલ્લાઓમાં ઓછામાં ઓછા 28 સ્થળોએ દેશી બોમ્બ વિસ્ફોટની ઘટનાઓ બની હતી. પોલીસ મુખ્યાલયનો દાવો છે કે આ ઘટનાઓ પાછળ શેખ હસીનાની પાર્ટીના સમર્થકો છે. પોલીસના જણાવ્યા મુજબ, હસીનાના બાંગ્લાદેશ પરત ફરવાની જાહેરાત બાદ હિંસાની ઘટનાઓ શરૂ થઈ હતી. બસમાં આગ લગાવવામાં આવી, ડ્રાઇવરનું મોત સોમવારે મોડી રાત્રે ફરીદપુર શહેરના ગોલાચામટ વિસ્તારમાં ન્યૂ બસ ટર્મિનલ પર ઊભેલી એક બસમાં આગ લગાવી દેવામાં આવી. પોલીસના જણાવ્યા અનુસાર, ત્રણ લોકો બાઇક પર આવ્યા હતા. તેમાંથી એકે બસ પર પેટ્રોલ છાંટીને આગ લગાવી દીધી. ઘટના સમયે બસ ડ્રાઇવર મોહમ્મદ કલાચન અંદર સૂઈ રહ્યા હતા. આગ લાગ્યા બાદ તેઓ બહાર નીકળવામાં સફળ રહ્યા, પરંતુ ધુમાડો શ્વાસમાં જતાં તેમની તબિયત લથડી ગઈ. તેમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા, જ્યાં ડૉક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા. કલાચન ગોપાલગંજ જિલ્લાના મુકસુદપુર ઉપજિલ્લાના દિગનગર ગામના રહેવાસી હતા. ચટ્ટોગ્રામના પહાડતલી વિસ્તારના સાગરિકા અને કલુરઘાટમાં બે મુસાફર બસોને આગ ચાંપી દેવામાં આવી. બરગુનાના બેતાગીમાં નગરપાલિકાના ટ્રક અને માનિકગંજ બસ સ્ટેન્ડ પર એક બસને સળગાવી દેવામાં આવી. નાઓગાંવમાં અલ બરાકા પરિવહનની બે બસો પણ આગની ઝપેટમાં આવી ગઈ. કિશોરગંજના બાજિતપુરમાં કોલેજની બસ સળગાવી દેવામાં આવી. ઢાકા નજીક સાવર અને ધામરાઈમાં અલગ-અલગ ઘટનાઓમાં બે વાહનોને નિશાન બનાવવામાં આવ્યાં. જોકે, પોલીસે દાવો કર્યો કે નાટોરમાં સામાનથી ભરેલા ટ્રકમાં આગ અકસ્માતે લાગી હતી. પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે અથડામણ મંગળવારે સવારે ગોપાલગંજના ટુંગીપાડામાં તણાવ વધ્યો. સવારે લગભગ 9:30 વાગ્યે પ્રતિબંધિત છાત્ર લીગના કાર્યકરોએ ગોહારડાંગા ચૌરંગી ચોક પર સામાન સળગાવીને રસ્તો રોકી દીધો. બાદમાં અવામી લીગ અને જુબો લીગના કાર્યકરો પણ તેમની સાથે જોડાઈ ગયા. પ્રદર્શનકારીઓ જ્યારે પાટગાતી બજાર તરફ રેલી કાઢી રહ્યા હતા, ત્યારે સ્થાનિક બાંગ્લાદેશ નેશનલિસ્ટ પાર્ટી (BNP) કાર્યાલયની બહાર લગાવવામાં આવેલા અનેક બેનરો અને શણગારની પટ્ટીઓ તોડી નાખવામાં આવી. પોલીસે જુલૂસ રોકવાનો પ્રયાસ કર્યો ત્યારે અથડામણ શરૂ થઈ ગઈ. સ્થાનિક સૂત્રોના જણાવ્યા મુજબ, તેમાં ઓછામાં ઓછા 10 લોકો ઘાયલ થયા. ટુંગીપાડા પોલીસ સ્ટેશનના પ્રભારી અધિકારી અયૂબ અલીએ જણાવ્યું કે અનેક પોલીસકર્મીઓ પણ ઘાયલ થયા છે. પ્રદર્શનકારીઓએ કથિત રીતે પોલીસના વાહનમાં તોડફોડ કરી અને તેને આગ ચાંપી દીધી. કાશિયાની અને ગોપાલગંજ શહેરના અનેક વિસ્તારોમાં પણ રસ્તાઓ પર અવરોધ ઊભા કરાયા હોવાના અહેવાલો મળ્યા છે. પોલીસે કહ્યું- પૈસા આપીને લોકો પાસે હુમલા કરાવવામાં આવી રહ્યા છે પોલીસે આ હુમલાઓ પાછળ શેખ હસીનાની પાર્ટી અવામી લીગ અને તેની સાથે જોડાયેલા સંગઠનોના લોકોનો હાથ હોવાની આશંકા વ્યક્ત કરી છે. જોકે, અધિકારીઓનું કહેવું છે કે તપાસ હજુ પ્રારંભિક તબક્કામાં છે. અખ્તર હુસૈને જણાવ્યું કે તપાસમાં એવા સંકેતો મળ્યા છે કે કેટલાક લોકોને પૈસા આપીને હુમલા કરવા માટે તૈયાર કરવામાં આવ્યા હતા. અવામી લીગે પોલીસના આરોપોને ફગાવી દીધા છે. પાર્ટીના પ્રવક્તા મોહમ્મદ અલી આરાફાતે દાવો કર્યો કે વિરોધી જૂથ પાર્ટીને બદનામ કરવા અને હુમલાઓનો આરોપ તેના પર મૂકવા માટે આ ઘટનાઓ કરાવી રહ્યા છે. 2024માં દેશ છોડીને ભારત આવી હતી હસીના બાંગ્લાદેશમાં જૂન 2024માં સરકારી નોકરીઓમાં અનામતના વિરોધમાં વિદ્યાર્થી આંદોલન શરૂ થયું હતું. હાઈકોર્ટે 1971ના સ્વતંત્રતા સંગ્રામમાં સામેલ સ્વાતંત્ર્ય સેનાનીઓના બાળકો અને પૌત્ર-પૌત્રીઓને સરકારી નોકરીઓમાં 30% અનામત આપવાનો નિર્ણય સંભળાવ્યો હતો. વિદ્યાર્થીઓએ તેનો વિરોધ કર્યો. તેમની માગ હતી કે સરકારી નોકરીઓમાં ભરતી અનામતના બદલે યોગ્યતાના આધારે કરવામાં આવે. જુલાઈમાં વિરોધ પ્રદર્શનો ઉગ્ર બન્યા. પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે હિંસક અથડામણો થઈ. પોલીસ પર પ્રદર્શનકારીઓ પર ગોળીબાર કરવાનો અને જરૂર કરતાં વધુ બળનો ઉપયોગ કરવાનો આરોપ લાગ્યો. આ પછી વિદ્યાર્થીઓએ હસીનાના રાજીનામાની માગ શરૂ કરી દીધી. 5 ઓગસ્ટ 2024ના રોજ હજારો પ્રદર્શનકારીઓ ઢાકામાં તત્કાલીન પીએમ હસીનાના સરકારી નિવાસસ્થાન સુધી પહોંચી ગયા. ત્યાર બાદ હસીના સૈન્ય વિમાન મારફતે ભારત આવી ગયાં. ત્યારથી તેઓ ભારતમાં રહે છે. બાંગ્લાદેશ હિંસા ગૂગલ પર ટ્રેન્ડ કરી રહી છે… સ્રોત- ગૂગલ ટ્રેન્ડ્સ ———————————— આ સમાચાર પણ વાંચો: બાંગ્લાદેશના પ્રોસિક્યુટરે કહ્યું- હસીના પરત ફરશે તો ફાંસી થશે:તેમની પાસે કોઈ વિકલ્પ નથી; ગઈકાલે બાંગ્લાદેશ સરકારે પાસપોર્ટ આપવાનો ઇનકાર કર્યો હતો બાંગ્લાદેશની પૂર્વ વડાપ્રધાન શેખ હસીના પોતાના દેશમાં પરત ફરવાનો પ્રયાસ કરી રહી છે. આ દરમિયાન બાંગ્લાદેશના મુખ્ય સરકારી વકીલ મોહમ્મદ અમીનુલ ઇસ્લામે મંગળવારે કહ્યું કે જો હસીના દેશમાં પરત ફરશે, તો તેમને ફાંસીની સજા આપવામાં આવશે. હવે તેમની પાસે કોઈ વિકલ્પ બચ્યો નથી. હસીનાના વકીલોએ ગઈકાલે એટલે કે 9 નવેમ્બરે બાંગ્લાદેશના દિલ્હીસ્થિત હાઈ કમિશનને ઈમેલ મોકલીને તેમના માટે નવો પાસપોર્ટ અને રાષ્ટ્રીય ઓળખપત્ર જારી કરવાની માંગ કરી હતી. બાંગ્લાદેશ સરકારે આ માંગને ફગાવી દીધી છે. વાંચો સંપૂર્ણ સમાચાર…


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *