દિવાળી અને નૂતન વર્ષ નિમિત્તે ભરૂચના જૂના બજાર વિસ્તારમાં આવેલી ઓમ સાંઈ રેસીડેન્સીમાં મહિલાઓએ શ્રીનાથજીની 6 ફૂટ લાંબી રંગોળી બનાવી. સોસાયટીના રહીશો માટે રંગોળી આકર્ષણનું કેન્દ્ર બની હતી. મહિલા મંડળે દિવાળીમાં રંગોળી બનાવવાની પરંપરા જાળવવા અને નવી પેઢીને ભારતીય સંસ્કૃતિ, ધાર્મિક વારસો તથા તહેવારોના મહત્વથી પરિચિત કરવાના હેતુથી આ રંગોળી બનાવી હતી. તેમાં વિવિધ રંગોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. મહિલા મંડળના પ્રતિનિધિએ જણાવ્યું કે દિવાળી અને નૂતન વર્ષ નિમિત્તે 6 ફૂટ લાંબી શ્રીનાથજીની રંગોળી બનાવવામાં આવી છે. તેનો હેતુ નવી પેઢીને ભારતીય તહેવારો, રીતરિવાજો અને પરંપરાઓથી પરિચિત કરાવવાનો છે. તેમણે કહ્યું કે નવી પેઢી સંસ્કૃતિનું જતન કરતા શીખે અને પરંપરાગત રંગોળી બનાવવા પ્રેરાય, તે માટે આ પહેલ કરવામાં આવી છે.
ભરૂચની સોસાયટીમાં મહિલાઓએ 6 ફૂટની રંગોળી બનાવી:શ્રીનાથજીની રંગોળીથી નવી પેઢીને ભારતીય સંસ્કૃતિ અને પરંપરાથી પરિચિત કરવાનો પ્રયાસ
📅 Published: November 11, 2026 |
📂 Category: gujarati-news
