Vadodaraના આકાશમાં ગુંજશે ભારતીય વાયુસેનાનો જયઘોષ, 'સારંગ' ટીમની સાહસિક ઉડાનથી સર્જાશે અવિસ્મરણીય નજારો

📅 Published: November 11, 2026 | 📂 Category: Baroda

ગુજરાતના વડોદરાવાસીઓ માટે આગામી દિવસો એકદમ રોમાંચક રહેવાના છે. ભારતીય વાયુસેનાની ગૌરવવંતી ‘સારંગ’ (Sarang) હેલિકોપ્ટર ડિસ્પ્લે ટીમ દ્વારા વડોદરા એરફોર્સ સ્ટેશન ખાતે આગામી 12 થી 15 નવેમ્બર 2૦2૬ દરમિયાન એક અદભુત એર શોનું આયોજન કરવામાં આવ્યું છે. 11 સ્ક્વૉડ્રનની પ્લેટિનમ જ્યુબિલી અર્થાત્ 75 વર્ષની ગૌરવશાળી સફરની ઉજવણી નિમિત્તે આ વિશેષ આયોજન કરવામાં આવ્યું છે, જે વડોદરાના આકાશમાં ભારતીય વાયુસેનાની અસીમ શક્તિ અને કૌશલ્યનો અદ્ભુત નજારો પ્રસ્તુત કરશે.

હાઈસ્પીડ અને ક્લોઝ ફોર્મેશન બનશે આકર્ષણ

આ ભવ્ય એર શોમાં ભારતીય વાયુસેનાની શાન સમાન પાંચ સ્વદેશી એડવાન્સ્ડ લાઈટ હેલિકોપ્ટર (ALH) ‘ધ્રુવ’ દ્વારા આકાશમાં અદભુત કરતબોનું પ્રદર્શન કરવામાં આવશે. પાઇલટ્સની અસાધારણ હવાઈ ચોકસાઈ, સાહસ અને ઉત્તમ ટીમવર્ક જોવા મળશે. હેલિકોપ્ટરની હાઈસ્પીડ અને ક્લોઝ ફોર્મેશન ઉડાન ઉપસ્થિત તમામ દર્શકોના શ્વાસ થંભાવી દેશે. આકાશમાં ધ્રુવ હેલિકોપ્ટર દ્વારા વિવિધ આકર્ષક અને મનમોહક આકૃતિઓ રચીને સ્વદેશી એરોસ્પેસ ટેક્નોલોજીની તાકાતનું પ્રદર્શન કરવામાં આવશે.

Indian Air Force Air Show, Sarang Team Vadodara

દેશભક્તિનો માહોલ છવાયો

દેશની રક્ષાસેનાઓની વીરગાથા અને તેમની ક્ષમતાઓથી યુવા પેઢી માહિતગાર થાય તે હેતુસર આ એર શોમાં શાળાના વિદ્યાર્થીઓ અને યુવાનોને વિશેષ રૂપે એર શો નિહાળવાની તક પૂરી પાડવામાં આવી રહી છે. ભારતીય વાયુસેનાની આ અદભુત ઝાંખી વડોદરાના આકાશમાં એક નવો જ ઇતિહાસ રચશે. આ આયોજનને લઈને વડોદરા શહેરમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે અને નાગરિકો આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનવા માટે આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

આ પણ વાંચો : Junagadh News : કેરીના શોખીનો માટે માઠા સમાચાર, ગીરની પ્રખ્યાત કેસર કેરીના ભાવ આસમાને પહોંચવાની પૂરી શક્યતા!


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *