ઈરાને નવી અંડરગ્રાઉન્ડ મિસાઇલ સિટી બતાવી:બેલિસ્ટિક અને ક્રૂઝ મિસાઇલો સાથે લોન્ચર પણ હાજર; હુમલાઓ છતાં 90% ઠેકાણાં હજુ પણ કાર્યરત

📅 Published: November 11, 2026 | 📂 Category: International

ઈરાનની ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC)એ નવી અંડરગ્રાઉન્ડ મિસાઇલ સિટીનો વીડિયો જાહેર કર્યો છે. તેમાં બેલિસ્ટિક અને ક્રૂઝ મિસાઇલો સાથે તેમને લોન્ચ કરનારી સિસ્ટમ્સ પણ રાખેલી જોવા મળી હતી. IRGC સાથે જોડાયેલી ન્યૂઝ એજન્સી તસ્નીમે મંગળવારે આ મિસાઇલ સિટીની તસવીરો જાહેર કરી હતી. જોકે, આ ઠેકાણું ક્યાં છે અથવા તેમાં કેટલી મિસાઇલો છે અને તેના કયા કયા પ્રકારો છે, તે જણાવવામાં આવ્યું નથી. ગલ્ફ ન્યૂઝ અનુસાર, ઈરાનના આશરે 90% મિસાઇલ ઠેકાણાં અને સુરંગોમાં બનાવાયેલા ભંડારો હજુ પણ કાર્યરત છે. તેમના પર હવાઈ હુમલા કરવામાં આવ્યા બાદ પણ તેઓ ચાલુ છે. ઈરાનની અંડરગ્રાઉન્ડ મિસાઇલ સિટીની 2 તસવીરો… અમેરિકાને પોતાની તૈયારી દર્શાવી રહ્યું છે ઈરાન ઈરાને આ વીડિયો એવા સમયે શેર કર્યો છે, જ્યારે અમેરિકા તેના પર પ્રતિબંધો ચાલુ રાખી રહ્યું છે અને તેની નૌકાદળની નાકાબંધી પણ કરી રહ્યું છે. ગલ્ફ ન્યૂઝ અનુસાર, આ મિસાઇલ સિટી બતાવીને ઈરાન સંદેશ આપવા માંગે છે કે હુમલાઓ છતાં તેની સૈન્ય શક્તિ યથાવત છે. જમીનની નીચે મિસાઇલો બનાવવાની અને રાખવાની વ્યવસ્થા દ્વારા ઈરાન પોતાના હથિયારોને હવાઈ હુમલાઓથી બચાવવા માંગે છે. આ માટે તે સૈન્ય મથકો અલગ-અલગ સ્થળોએ બનાવીને તેમને જમીનની નીચે છુપાવી રહ્યું છે. કાર્યક્રમ દરમિયાન IRGC કમાન્ડર માજિદ મૌસવીએ ચેતવણી પણ આપી કે જરૂર પડ્યે ઈરાન પોતાના દુશ્મનોના ઠેકાણાઓ પર સમગ્ર વિસ્તારમાં અને તેની બહાર પણ હુમલો કરી શકે છે. ઈરાન પાસે હવે કેટલી મિસાઇલો બચી છે, તે સ્પષ્ટ નથી ઈરાનની સૈન્ય શક્તિમાં મિસાઈલોની મહત્વપૂર્ણ ભૂમિકા છે. જોકે, અમેરિકન અને ઇઝરાયલી હુમલાઓ બાદ તેની પાસે કેટલી મિસાઈલો બચી છે અને ભૂગર્ભ ઠેકાણાઓમાં કેટલી રાખવામાં આવી છે, તેનો ચોક્કસ આંકડો સામે આવ્યો નથી. ઈરાન જમીનની નીચે જ મિસાઇલો બનાવી રહ્યું છે IRGCના પ્રવક્તા હુસૈન મોહેબીએ જણાવ્યું કે ઈરાને મિસાઇલ અને ડ્રોન બનાવતી ફેક્ટરીઓને જમીન ઉપરથી હટાવીને ભૂગર્ભ ઠેકાણાઓમાં ખસેડી દીધી છે. તેમણે આ સ્થળોને માત્ર હથિયારો રાખવાના ઠેકાણા નહીં, પરંતુ ‘મિસાઇલ બનાવતાં શહેરો’ ગણાવ્યાં. મોહેબીના જણાવ્યા અનુસાર, ઈરાન પાસે હથિયારો બનાવવાની પોતાની ટેક્નોલોજી છે. તેના કારણે ભારે બોમ્બમારો થવા છતાં તે મિસાઇલ અને ડ્રોન બનાવવાનું કામ ચાલુ રાખી શકે છે. ઈરાનની IRGC એરોસ્પેસ ફોર્સ મિસાઇલ અને ડ્રોન કાર્યક્રમોની જવાબદારી સંભાળે છે. જમીનની નીચે ફેક્ટરીઓ અને ભંડારો બનાવવાનો હેતુ તેમને હવાઈ હુમલાથી બચાવવાનો અને હુમલા બાદ પણ મિસાઇલ બનાવવાની તથા લોન્ચ કરવાની ક્ષમતા જાળવી રાખવાનો છે. ઈરાન મિસાઇલ ગૂગલ પર ટ્રેન્ડ કરી રહી છે… સ્રોત- ગૂગલ ટ્રેન્ડ્સ


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *