Ahmedabad News: ખાડિયામાં બહેન સાથે પ્રેમસંબંધની અદાવતમાં યુવક પર જાહેરમાં પટ્ટાથી જીવલેણ હુમલો!

📅 Published: November 11, 2026 | 📂 Category: Crime

અમદાવાદ શહેરના સંવેદનશીલ ગણાતા ખાડિયા વિસ્તારમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ખાડિયામાં આવેલા બળીયાદેવના ખાંચા પાસે એકટોળા મસ્જિદ આગળ જાહેરમાં યુવક પર હુમલો કરવામાં આવ્યો હતો. પ્રાપ્ત વિગતો અનુસાર, હર્ષિલ પરમાર નામના યુવકે પોતાની બહેનને પોતાના મિત્ર સાથે વાત કરતી જોઈ હતી. આ બાબતે જ્યારે હર્ષિલે પોતાની બહેનને પૂછપરછ કરી, ત્યારે બહેને સ્વીકાર્યું કે તેને છેલ્લા 1 વર્ષથી અશફાક સાથે પ્રેમસંબંધ છે.

મિત્રને ઠપકો આપવો હર્ષિલને ભારે પડ્યો

પોતાના જ મિત્ર દ્વારા બહેન સાથે પ્રેમસંબંધ રાખવામાં આવ્યો હોવાની જાણ થતાં હર્ષિલ ગુસ્સે ભરાયો હતો. તેણે તરત જ પોતાના મિત્ર અશફાકને ફોન કરીને આ બાબતે ઉગ્ર ઠપકો આપ્યો હતો. મિત્ર તરફથી મળેલી ટકોર અને રોષથી ઉશ્કેરાઈને અશફાક સંધિએ હર્ષિલ પરમારને જાહેરમાં બોલાવીને ઉગ્ર બોલાચાલી કરી હતી, અને પટ્ટાથી બેરહેમીપૂર્વક ફટકાર્યો હતો.

જાનથી મારી નાખવાની ધમકી અને પોલીસ કાર્યવાહી

જાહેરમાં થયેલી આ મારામારી દરમિયાન આરોપી અશફાકે હર્ષિલને જો પોલીસમાં ફરિયાદ કરીશ, તો જાનથી મારી નાખીશ તેવી ગંભીર ધમકી પણ આપી હતી. આ ઘટનાને પગલે ભોગ બનનારા યુવકે તાત્કાલિક પોલીસ મનોબળ દાખવીને સમગ્ર મામલે ખાડિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદી હર્ષિલ પરમારની અરજીના આધારે આરોપી અશફાક સંધિ સામે ગુનો દાખલ કરી કાયદેસરની કડક કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો: Ahmedabad News : તહેવાર પર પણ ફરજ મામલે અડગ! મહિલા પોલીસકર્મીઓની અનોખી ભાઈબીજ


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *