દિવાળીના તહેવારમાં ગોધરા શહેરમાં આગના 5 બનાવો:દાહોદ રોડ પર પાર્ક કરેલી કારમાં, ખુલ્લા પ્લોટમાં અને ઘાસચારામાં આગ લાગતાં અફરાતફરી;ફાયર બ્રિગેડની સતર્કતાથી જાનહાનિ ટળી

📅 Published: November 11, 2026 | 📂 Category: gujarati-news

દિવાળીના તહેવારો દરમિયાન પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરમાં આગ લાગવાની 5 વિવિધ ઘટનાઓ નોંધાઈ છે. આ બનાવોમાં દાહોદ રોડ પર પાર્ક કરેલી એક કાર સહિત ખુલ્લા પ્લોટ, ઘાસચારા અને ઝાડી-ઝાંખરમાં અચાનક આગ ભબકી ઊઠી હતી. ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમે તાત્કાલિક સ્થળ પર પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો. સદનસીબે ફાયર ફાઈટરોની ત્વરિત કામગીરીના કારણે તમામ ઘટનાઓમાં કોઈ જાનહાની થવા પામી નથી. ફટાકડા અને આતશબાજીના કારણે આગ
ગોધરા નગરપાલિકા ફાયર બ્રિગેડને 8 થી 11 નવેમ્બર દરમિયાન શહેરના અલગ-અલગ વિસ્તારોમાંથી આગ લાગવાના 5 ઈમરજન્સી કોલ મળ્યા હતા. તહેવાર નિમિત્તે કરવામાં આવેલી ફટાકડા અને આતશબાજીના કારણે આ આગ લાગી હોવાનું પ્રાથમિક તારણ સામે આવ્યું છે. દાહોદ રોડ પર ઊભેલી કાર અને ખુલ્લા પ્લોટમાં પડેલા ઘાસચારામાં આગ ઝડપથી ફેલાતાં સ્થાનિકોમાં ક્ષણભર માટે ભય અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
સમયસર કામગીરીથી મોટી દુર્ઘટના અટકી
બનાવો અંગે ગોધરા નગરપાલિકાના ફાયર સ્ટેશન ઓફિસર હર્ષિત પટેલે જણાવ્યું કે તમામ 5 બનાવોમાં ફાયર વિભાગની ટીમોએ અત્યંત સમયસર અને અસરકારક કામગીરી કરી હતી. ફાયર ફાઈટરોએ ઘટનાસ્થળે પહોંચીને આગને આસપાસના રહેણાંક વિસ્તારોમાં વધુ ફેલાતી અટકાવી દીધી હતી. તંત્રની સતર્કતા અને ઝડપી પગલાંના કારણે તહેવારોના દિવસોમાં મોટું નુકસાન અટકાવી શકાયું છે અને સ્થિતિ સંપૂર્ણ નિયંત્રણ હેઠળ આવી ગઈ હતી.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *