હિંમતનગરમાં બંધ મકાનનું તાળું તોડી રોકડ ચોરી:પોલોગ્રાઉન્ડમાં તિજોરીમાંથી 30થી 40 હજાર રૂપિયા લઈ તસ્કરો ફરાર

📅 Published: November 11, 2026 | 📂 Category: gujarati-news

હિંમતનગરના પોલોગ્રાઉન્ડ વિસ્તારમાં બંધ મકાનનું તાળું તોડી તસ્કરો અંદર ઘૂસ્યા હતા. તેઓ તિજોરીમાંથી અંદાજે 30થી 40 હજાર રૂપિયા ચોરી કરીને ફરાર થયા હતા. ઋષભદેવ સોસાયટી પાસે પોસ્ટ ઓફિસ સામે આવેલા મકાનમાં વિપુલભાઈ પંચાલનો પરિવાર ભાડેથી રહે છે. નવા વર્ષના દિવસે બપોરે પરિવાર મકાન બંધ કરીને પોતાના વતન ગયો હતો. રાત્રે તસ્કરોએ મકાનને નિશાન બનાવ્યું હતું. પરિવાર આજે સાંજે ઘરે પરત આવ્યો ત્યારે મકાનની જાળી અને દરવાજાનું તાળું તૂટેલું જોવા મળ્યું હતું. ઘરમાં તપાસ કરતાં તિજોરી પણ તૂટેલી મળી હતી અને તેમાંથી રોકડ ગાયબ હતી. ચોરી અંગે હિંમતનગર બી ડિવિઝન પોલીસને જાણ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *