સઢા ગામે સિદ્ધેશ્વર મહાદેવ મંદિરનો પાટોત્સવ ઉજવાયો:ચાર વર્ષ પૂર્ણ થતાં લઘુરુદ્ર યજ્ઞ, મહાદેવજીનો અભિષેક અને 108 લક્ષ્મી કમળનો શણગાર કરાયો

📅 Published: November 13, 2026 | 📂 Category: gujarati-news

હિંમતનગર તાલુકાના સઢા ગામમાં આવેલા શ્રી સિદ્ધેશ્વર મહાદેવ મંદિરમાં ચાર વર્ષ પૂર્ણ થવા પર પાટોત્સવ ઉજવાયો હતો. આ પ્રસંગે મંદિર પરિસરમાં હોમાત્મક લઘુરુદ્ર યજ્ઞનું આયોજન કરાયું હતું. આચાર્ય જીતેન્દ્ર શુક્લ અને બ્રાહ્મણોએ વૈદિક મંત્રોચ્ચાર સાથે પૂજન-અર્ચન અને હોમવિધિ કરી હતી. મહાદેવજીનો અભિષેક કર્યા બાદ 108 લક્ષ્મી કમળનો શણગાર કરાયો હતો. યજમાન નીતિનભાઈ ગોર અને વિજયભાઈના પરિવારે સાથે મળીને ધાર્મિક કાર્યક્રમનું આયોજન કર્યું હતું. તેમાં મોટી સંખ્યામાં ગ્રામજનો અને ભક્તો જોડાયા હતા. ભક્તોએ સાથે મળીને મહાદેવજીની આરતી ઉતારી અને પ્રસાદ લીધો હતો. મંદિર પરિસરમાં ‘હર હર મહાદેવ’ના નાદ સંભળાયા હતા.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *