Ahmedabad: મકરબા સ્થિત પેલેડિયમ કોર્પોરેટ બિલ્ડિંગમાં આગ; ઓફિસનો સામાન બળીને ખાખ

📅 Published: November 13, 2026 | 📂 Category: Ahmedabad

અમદાવાદ શહેરના કોર્પોરેટ હબ ગણાતા મકરબા વિસ્તારમાં આવેલા ‘પેલેડિયમ’ કોર્પોરેટ બિલ્ડિંગમાં અચાનક આગ ફાટી નીકળતાં ભારે અફરાતફરી અને નાસભાગનો માહોલ સર્જાયો હતો. કોર્પોરેટ બિલ્ડિંગમાં આગ અને ધુમાડાના ગોટેગોટા જોવા મળતા અંદર કામ કરતા કર્મચારીઓ અને મુલાકાતીઓમાં ગભરાટ ફેલાયો હતો અને લોકો સુરક્ષિત રીતે બહાર દોડી આવ્યા હતા. ઘટનાની જાણ થતાં જ અમદાવાદ ફાયર બ્રિગેડનો કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયો હતો અને આગ પર સંપૂર્ણ કાબૂ મેળવી લેતાં મોટી દુર્ઘટના ટળી હતી.

પેલેડિયમ કોર્પોરેટ બિલ્ડિંગમાં અચાનક આગ

મકરબા સ્થિત પેલેડિયમ કોર્પોરેટ બિલ્ડિંગમાં કોઈ કારણોસર આગ ભભૂકી ઉઠી હતી, જેના કારણે બિલ્ડિંગમાં હાજર સ્ટાફ અને અન્ય લોકોમાં ભારે દોડધામ મચી ગઈ હતી. આગની લપેટમાં આવી જવાથી ઓફિસમાં રહેલો ફર્નિચર, દસ્તાવેજો અને ઈલેક્ટ્રોનિક સહિતનો કીમતી સામાન બળીને ખાખ થઈ ગયો હતો.

ફાયર વિભાગની ટીમે આગ પર કાબૂ મેળવી લીધો

આગનો બનાવ બનતા જ તાત્કાલિક ફાયર કંટ્રોલ રૂમને જાણ કરવામાં આવી હતી. ફાયર વિભાગની ટીમે ઘટનાસ્થળે પહોંચી પાણીનો મારો ચલાવી ગણતરીના સમયમાં આગ પર કાબૂ મેળવી લીધો હતો.સદનસીબે આ આગની ઘટનામાં કોઈ પણ વ્યક્તિ દાઝ્યું નથી કે કોઈ પ્રકારની જાનહાનિ થઈ નથી, જેનાથી તંત્ર અને બિલ્ડિંગના સંચાલકોએ રાહતનો શ્વાસ લીધો છે. હાલ આગ કયા કારણોસર લાગી હતી તે અંગે તપાસ ચાલી રહી છે અને કારણ હજુ અકબંધ છે.

આ પણ વાંચો: Junagadh: ગિરનાર પરિક્રમામાં 200 વર્ષ જૂની લુપ્ત પરંપરા થશે પુનઃજીવિત, સરકડીયા હનુમાનજી મંદિર દ્વારા પ્રથમવાર ઐતિહાસિક આયોજન


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *