Ahmedabad News: ચાલુ મીની બસના ડ્રાઈવરને આવ્યો હાર્ટ અટેક, હોટલમાં બસ ઘૂસી જતા અફરાતફરી, 10 મુસાફરોનો આબાદ બચાવ

📅 Published: November 13, 2026 | 📂 Category: Ahmedabad

અમદાવાદના સાબરમતી વિસ્તારમાં રહેતો ચૌહાણ પરિવાર સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર ખાતે કષ્ટભંજન દેવના દર્શન કરીને પરત ફરી રહ્યો હતો, ત્યારે ધંધુકા નજીક એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. રાજધાની ટ્રાવેલ્સ (સાબરમતી)ની મીની બસ ધંધુકા પાસે આવેલી ‘ખોડીયાર ભાણુભાની હોટલ’ નામના રેસ્ટોરન્ટમાં અચાનક ધડાકાભેર ઘૂસી ગઈ હતી. આ ઘટનાને પગલે હાઈવે પર ભારે અફરાતફરી મચી ગઈ હતી.

ચાલુ બસે ડ્રાઈવરને હાર્ટ અટેક આવતા સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો

પ્રાથમિક વિગતો અનુસાર, મીની બસ જ્યારે ધંધુકા નજીકથી પસાર થઈ રહી હતી, ત્યારે ચાલુ બસે જ ડ્રાઈવરને અચાનક હાર્ટ અટેક અથવા ખેંચ (આંચકી) આવી હતી. જેના કારણે ડ્રાઈવરે બસના સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવી દીધો હતો. જે બાદ બેકાબૂ બનેલી મીની બસ સીધી રોડ સાઈડમાં આવેલી હોટલમાં ઘૂસી ગઈ હતી. આ દુર્ઘટનામાં બસના ડ્રાઈવરનું મોત નીપજ્યું હતું.

Ahmedabad News: Mini Bus Crashes Into Restaurant Near Dhandhuka After Driver Suffers Heart Attack, 10 Passengers Safe

બસમાં સવાર 10 મુસાફરો અને હોટલમાં હાજર લોકોનો આબાદ બચાવ

અકસ્માત એટલો ગંભીર હતો કે, બસ હોટલના ભાગમાં ઘૂસી જતાં ભારે નુકસાન થયું હતું. જોકે, સદનસીબે બસમાં સવાર 10 મુસાફરોનો આબાદ બચાવ થયો હતો અને કોઈ મોટી જાનહાનિ ટળી હતી. આ ઉપરાંત, અકસ્માત સમયે રેસ્ટોરન્ટમાં હાજર રહેલા ગ્રાહકો અને સ્ટાફનો પણ ચમત્કારિક બચાવ થતા સૌ કોઈએ રાહતનો શ્વાસ લીધો હતો.

Ahmedabad News: Mini Bus Crashes Into Restaurant Near Dhandhuka After Driver Suffers Heart Attack, 10 Passengers Safe

પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી

અકસ્માતનો પ્રચંડ અવાજ સાંભળીને આસપાસના સ્થાનિક લોકો અને રાહદારીઓના મોટા ટોળા ઘટના સ્થળે એકત્રિત થઈ ગયા હતા. બનાવની જાણ ધંધુકા પોલીસને કરવામાં આવતા પોલીસ કાફલો તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યો હતો. પોલીસે મૃતક ડ્રાઈવરના મૃતદેહનો કબ્જો મેળવીને પોસ્ટ મોર્ટમ અર્થે ધંધુકા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો: Ahmedabad News : બોપલ પોલીસની મોટી કાર્યવાહી, શીલજ સર્કલ પર અકસ્માત કરી નાસી છૂટેલા આરોપીની ધરપકડ


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *