રાજકોટ શહેરના 44 પોલીસ કર્મચારીઓની આંતરિક બદલી:એક જ સ્થળે 3 વર્ષ કરતા વધુ સમયથી ફરજ બજાવતા હતા, જુઓ સંપૂર્ણ લિસ્ટ

📅 Published: November 13, 2026 | 📂 Category: gujarati-news

રાજકોટ શહેર પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝા દ્વારા આજે 13 નવેમ્બરના રોજ એક સાથે વધુ 44 પોલીસ કર્મચારીઓની આંતરિક બદલી કરવામાં આવી છે. છેલ્લા 4 મહિના દરમિયાન એક જ જગ્યાએ લાંબા સમય સુધી ફરજ બજાવતા હોય તેવા 250થી વધુ પોલીસ કર્મીઓની બદલી કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે ગત 24 સપ્ટેમ્બરના રોજ 22 પોલીસ કર્મીઓની આંતરિક બદલી કરવામાં આવી હતી. રાજકોટ પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝા દ્વારા આજે 44 પોલીસ કમર્ચારીઓની આંતરિક બદલી કરવામાં આવી છે જેમાં ક્રાઇમ બ્રાન્ચ, ટ્રાફિક શાખા, હેડ ક્વાર્ટર તેમજ અલગ અલગ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કર્મીઓની અલગ અલગ પોલીસ સ્ટેશન, ટ્રાફિક શાખા, ક્રાઇમ બ્રાન્ચ તથા હેડ ક્વાર્ટર ખાતે બદલી કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે રાજકોટ પોલીસમાં છેલ્લા ચાર મહિનામાં 250થી વધુ પોલીસ કર્મચારીઓની આંતરિક બદલી કરવામાં આવી છે અને તે પૈકી કેટલાક માનીતા પોલીસ કમર્ચારીઓને હજુ સુધી છુટા કરવામાં આવ્યા નથી અને કેટલાકને માંગણી મુજબ ફરીથી અન્ય જગ્યાએ બદલી કરી આપવામાં આવી છે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *