Delhi: Ola પર CCPAનો રૂ. 10 લાખનો દંડ, રાઇડ પહેલાં ‘ટિપ’ માગવાનો ખેલ બંધ કરવાનો આદેશ

📅 Published: November 13, 2026 | 📂 Category: Business

કેન્દ્રીય ગ્રાહક સંરક્ષણ સત્તામંડળે ઓલા ચલાવતી કંપની એએનઆઈ ટેક્નોલોજીસ પ્રાઇવેટ લિમિટેડ પર રૂ. 10 લાખનો દંડ ફટકાર્યો છે. કંપની પર આરોપ છે કે તે ગ્રાહકોની રાઇડ પૂર્ણ થાય તે પહેલાં જ તેમની પાસેથી વધારાની ચુકવણીની માંગ કરતી હતી. આ પ્રક્રિયાને ગ્રાહકોને ગેરમાર્ગે દોરતી ગણાવીને સત્તામંડળે તાત્કાલિક બંધ કરવાનો આદેશ આપ્યો છે.

રાઇડ પહેલાં વધારાની ચુકવણીનો વિકલ્પ

સત્તામંડળની તપાસમાં સામે આવ્યું કે ઓલા એપ પર ડ્રાઇવર શોધતી વખતે ગ્રાહકોને વધારાની રકમ ચૂકવવાનો વિકલ્પ આપવામાં આવતો હતો. સાથે એવો સંકેત અપાતો હતો કે વધારાની ચુકવણી કરવાથી તેમને ઝડપથી રાઇડ મળી શકે છે. શરૂઆતમાં આ વિકલ્પને ‘ટિપ’ નામ આપવામાં આવ્યું હતું.

નામ બદલ્યું, પરંતુ પ્રક્રિયા યથાવત્

સત્તામંડળના જણાવ્યા અનુસાર, બાદમાં કંપનીએ ‘ટિપ’નું નામ બદલીને ‘એડ-ઓન’ કર્યું હતું. જોકે તપાસમાં જાણવા મળ્યું કે નામ બદલવા છતાં તેની કાર્યપદ્ધતિમાં કોઈ ફેરફાર થયો નહોતો. આ પ્રકારની પદ્ધતિને ‘ડાર્ક પેટર્ન’ ગણાવવામાં આવી છે.

શું છે ડાર્ક પેટર્ન?

ડાર્ક પેટર્ન એટલે એપ અથવા વેબસાઇટની એવી ભ્રામક ડિઝાઇન, જેના કારણે ગ્રાહકો અજાણતાં એવા નિર્ણયો લે છે, જે તેઓ વાસ્તવમાં લેવા માંગતા નથી. તેમાં છુપાયેલા ચાર્જ, અનિચ્છનીય સબ્સ્ક્રિપ્શન અથવા તેને રદ કરવામાં મુશ્કેલી ઊભી કરતી પ્રક્રિયાઓનો સમાવેશ થઈ શકે છે.

રેપિડો સામે પણ કાર્યવાહી

આ પ્રકારની પ્રક્રિયાને લઈને સત્તામંડળે અન્ય કેબ એગ્રીગેટર પ્લેટફોર્મ સામે પણ કાર્યવાહી કરી છે. અગાઉ રેપિડો ચલાવતી રોપેન ટ્રાન્સપોર્ટેશન સર્વિસિસ પ્રાઇવેટ લિમિટેડ પર પણ રૂ. 10 લાખનો દંડ ફટકારવામાં આવ્યો હતો. જ્યારે ઉબેર અને નમ્મા યાત્રી સામે હાલમાં તપાસ ચાલી રહી છે. 

આ પણ વાંચો  :    Love Affair : 3 બાળકોની માતાને 13 વર્ષ નાના યુવક સાથે થયો પ્રેમ, પતિએ કહ્યું- બાળકોને મારી પાસે છોડીને જવું હોય તો જા..


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *