સુરત શહેરના ઔદ્યોગિક વિસ્તાર ગણાતા સચિન ઉન પાટિયા ખાતે આવેલા વેસ્ટેજ કપડાંના એક ગોડાઉનમાં અચાનક આગ લાગવાની ઘટના સામે આવી છે. ગોડાઉનમાં મોટા પ્રમાણમાં વેસ્ટેજ કાપડનો જથ્થો સંગ્રહિત કરવામાં આવ્યો હોવાથી આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું.
આગની જ્વાળાઓ જોઈ સ્થાનિકોમાં દોડધામ અને અફરાતફરી
ગોડાઉનમાંથી ધુમાડાના ગોટેગોટા અને આગની ઊંચી જ્વાળાઓ નીકળતી જોઈને આસપાસના વિસ્તારમાં ભારે ગભરાટ ફેલાયો હતો. આગ લાગવાના પગલે સ્થાનિક લોકો અને કામદારોમાં ભાગદોડ મચી ગઈ હતી, જેથી થોડા સમય માટે વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

ફાયર વિભાગની 8 ગાડીઓ દ્વારા પાણીનો સતત મારો
ઘટનાની જાણ થતા જ સુરત ફાયર બ્રિગેડની ટીમો તાત્કાલિક એક્શનમાં આવી હતી. પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ફાયર વિભાગની 8 ગાડીઓ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને જવાનો દ્વારા ચારેબાજુથી પાણીનો સતત મારો ચલાવી આગને ફેલાતી અટકાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી.

મોટા ભાગની આગ પર કાબૂ, હાલ કૂલિંગની કામગીરી ચાલુ
ફાયર વિભાગના જવાનોની ભારે જહેમત બાદ હાલ મોટા ભાગની આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી, પરંતુ ફાયર ટીમો દ્વારા હાલ સ્થળ પર આગને સંપૂર્ણપણે બુઝાવવાની અને કૂલિંગની કામગીરી ચાલુ રાખવામાં આવી છે. તમને જણાવી દઈએ કે, દિવાળીના તહેવારો વચ્ચે આગ લાગવાની ઘટનાઓમાં નોંધપાત્ર વધારો થયો છે.

<a href="
=” target=”_blank”>
=
આ પણ વાંચો: Surat News: અમરોલીમાંથી સગીરાનું અપહરણ અને દુષ્કર્મ કરનારો નરાધમ ઝડપાયો, પોલીસે કિશોરીને મુક્ત કરાવી
