વાપીમાં ચોરીની પલ્સર બાઇક સાથે બે શખ્સો ઝડપાયા:10 દિવસ પહેલાં સેલવાસમાંથી બાઇક ચોરાઈ હોવાનું ખૂલ્યું; બે મોબાઇલ સહિત ₹ 1.10 લાખનો મુદ્દામાલ જપ્ત

📅 Published: November 14, 2026 | 📂 Category: gujarati-news

વલસાડ જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચે (LCB) વાપીના કરવડ શિવ મંદિર નજીકથી ચોરીની બજાજ પલ્સર બાઇક સાથે 2 શખ્સોને ઝડપી પાડ્યા હતા. પોલીસે તેમની પાસેથી બાઇક અને 2 મોબાઇલ ફોન સહિત કુલ ₹ 1.10 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. ઝડપાયેલી બાઇક 10 દિવસ પહેલાં સેલવાસમાંથી ચોરાઈ હોવાની વિગતો તપાસમાં સામે આવી હતી. ઉચ્ચ અધિકારીઓની સૂચનાથી પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળી
સુરત વિભાગના પોલીસ મહાનિરીક્ષક પ્રેમવીરસિંહ અને વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષક યુવરાજસિંહ જાડેજાની સૂચના મુજબ LCB PI એ.યુ. રોઝના માર્ગદર્શન હેઠળ PSI જે.જી. પરમારની ટીમ પેટ્રોલિંગમાં હતી. આ દરમિયાન ઘરફોડ સ્કોડના કોન્સ્ટેબલ યુવરાજસિંહ અને બિપીનકુમારને ચોરીની બાઇક સાથે 2 શખ્સ કરવડ શિવ મંદિર નજીક આવવાના હોવાની બાતમી મળતાં પોલીસે વોચ ગોઠવી તેમને ઝડપી પાડ્યા હતા. સેલવાસના પાર્કિંગમાંથી બાઇક ચોરી કરી હોવાની કબૂલાત
તપાસમાં બંને શખ્સો પાસેથી નંબર પ્લેટ વગરની કાળા રંગની અને લાલ પટ્ટાવાળી બજાજ પલ્સર-125 મળી આવી હતી. પૂછપરછમાં આ બાઇક સેલવાસની અંબિકા મેડિકલ શોપ સામેના પાર્કિંગમાંથી ચોરાઈ હોવાનું સામે આવ્યું હતું, જે અંગે સેલવાસ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયેલો છે. પકડાયેલા શખ્સો સામે અગાઉ પણ ચોરીના ગુના નોંધાયેલા છે
પકડાયેલા શખ્સોમાં કરવડ સુગર ફળિયામાં રહેતો કિષ્ણા ઉર્ફે કિશન ઉર્ફે પાંડીયા અને લવાછા દેસાઈ ફળિયામાં રહેતો આનંદ ઉર્ફે ગુડો સામેલ છે. પોલીસ તપાસમાં બંને સામે ડુંગરા, વાપી ટાઉન અને વાપી GIDC પોલીસ સ્ટેશનમાં ચોરી સહિતના ગુના નોંધાયેલા હોવાનું જાણવા મળ્યું છે. રૂ. 1.10 લાખનો મુદ્દામાલ કબજે કરી ડુંગરા પોલીસને સોંપાયા
પોલીસે આરોપીઓ પાસેથી ₹ 1 લાખની કિંમતની પલ્સર બાઇક અને ₹ 10 હજારની કિંમતના 2 મોબાઇલ ફોન કબજે કર્યા હતા. આ મામલે આગળની વધુ તપાસ માટે બંને આરોપીઓ અને જપ્ત કરાયેલો મુદ્દામાલ ડુંગરા પોલીસને સોંપવામાં આવ્યા છે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *