મોડાસા-ધનસુરા તાલુકા ક્ષત્રિય ઠાકોર સમાજનું સ્નેહમિલન યોજાયું:જય ભવાની ફાઉન્ડેશન દ્વારા વિદ્યાર્થીઓ માટે લાયબ્રેરી અને સ્પર્ધાત્મક પરીક્ષાના ક્લાસિસનો શુભારંભ

📅 Published: November 15, 2026 | 📂 Category: gujarati-news

દિવાળી પર્વ અને નૂતન વર્ષની શરૂઆતના અવસરે સામાજિક સંગઠનો દ્વારા સ્નેહમિલન કાર્યક્રમો યોજવામાં આવતા હોય છે. ત્યારે મોડાસા ખાતે જય ભવાની ફાઉન્ડેશન દ્વારા મોડાસા અને ધનસુરા તાલુકાના ક્ષત્રિય ઠાકોર સમાજનું સ્નેહમિલન યોજાયું હતું. મોડાસા કોલેજના ભામાશા હોલ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં સમાજના મોટી સંખ્યામાં સામાજિક અગ્રણીઓ, કાર્યકરો અને સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. સમાજના ઉત્થાન માટે સંગઠિત થવાનો સંદેશ
જય ભવાની ફાઉન્ડેશન દ્વારા મોડાસા અને ધનસુરા તાલુકામાં ક્ષત્રિય ઠાકોર સમાજના ઉત્થાન માટે વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવે છે. આ સ્નેહમિલનનો મુખ્ય હેતુ સમાજના લોકોને સંગઠિત કરી શિક્ષણ અને આરોગ્ય સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાનો તેમજ સામાજિક વિકાસની દિશામાં સાથે મળીને કાર્ય કરવાનો રહ્યો હતો. વિદ્યાર્થીઓ માટે લાયબ્રેરી અને ક્લાસિસનો પ્રારંભ
કાર્યક્રમ દરમિયાન સમાજના વિદ્યાર્થીઓને અભ્યાસ માટે યોગ્ય સુવિધા મળી રહે તે હેતુથી નવીન લાયબ્રેરીનો શુભારંભ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે ક્લાસિસ પણ શરૂ કરવામાં આવ્યા હતા. આ પહેલથી સમાજના વિદ્યાર્થીઓને અભ્યાસ અને સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીમાં મદદ મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી. સમાજના શૈક્ષણિક વિકાસ પર ભાર
જય ભવાની ફાઉન્ડેશનના પ્રમુખ કિરણસિંહ પરમારે જણાવ્યું હતું કે સમાજના લોકોને શિક્ષણ અને આરોગ્યની સુવિધાઓ મળી રહે તેમજ સમાજ વધુ સંગઠિત બને તેવા આશયથી સ્નેહમિલનનું આયોજન કરવામાં આવ્યું છે. વિદ્યાર્થીઓને વાંચન માટે લાયબ્રેરી અને સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ક્લાસિસની સુવિધા ઉપલબ્ધ કરાવી સમાજના શૈક્ષણિક ઉત્થાન માટે પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *