Jamnagar News: ડિગ્રી વગર ગેરકાયદે દવાખાનું ચલાવનારો બોગસ ડોક્ટર ઝડપાયો

📅 Published: November 15, 2026 | 📂 Category: gujarati-news

જામનગર જિલ્લામાંથી આરોગ્ય સાથે ચેડા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જામનગર એસ.ઓ.જી. (SOG) ની ટીમે લાલપુર પંથકના આરબલુસ ગામ પાસે આવેલ LC-8 ગેઈટ નજીક કોલોનીમાં દરોડો પાડીને મેડિકલ ડિગ્રી વગર ગેરકાયદેસર રીતે દવાખાનું ચલાવતા એક શખ્સને ઝડપી પાડ્યો છે. આ શખ્સ કોઈપણ પ્રકારની માન્ય મેડિકલ ડિગ્રી કે લાયકાત ન હોવા છતાં લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરીને દર્દીઓની તપાસ કરતો હતો.

દર્દીઓની સારવાર અને દવાઓ આપનાર શખ્સની ધરપકડ

પકડાયેલ આરોપી પારીતોષ મનોજંય બિશ્વાસ (મૂળ પશ્ચિમ બંગાળના નાદિયા જિલ્લાના ડિગ્રી ગામનો વતની) પોતાના દવાખાનામાં દર્દીઓની તપાસ કરીને તેમને દવાઓ અને ઇન્જેક્શન આપતો હતો અને બદલામાં સારવારના નાણાં વસૂલતો હતો. SOGની ટીમે દરોડો પાડીને તેની અટકાયત કરી છે અને લાલપુર પોલીસ સ્ટેશનમાં મેડિકલ પ્રેક્ટિશનર્સ એક્ટની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.

મુદ્દામાલ જપ્ત અને આગળની કાર્યવાહી

દરોડા દરમિયાન પોલીસ દ્વારા દવાખાનામાંથી અલગ-અલગ કંપનીઓની દવાઓ, સ્ટેથોસ્કોપ તેમજ અન્ય ચિકિત્સા સાધનો કબજે કરવામાં આવ્યા છે. પોલીસે કુલ રૂ. 7,317 નો મુદ્દામાલ જપ્ત કરીને આરોપી વિરુદ્ધ કાયદેસરની સખત કાર્યવાહી હાથ ધરી છે. આ પ્રકારે ડૉક્ટરની ડિગ્રી વગર પ્રૅક્ટિસ કરતા શખ્સો સામે તંત્ર દ્વારા આગામી દિવસોમાં પણ સઘન તપાસ જારી રહેશે.

આ પણ વાંચો: Jamnagar News: સાવધાન! વધુ એક નકલી દુધની ફેક્ટરી ઝડપાઈ!


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *