Ahmedabad: રાજ્યના 14 આદિજાતિ જિલ્લાઓ માટે રૂ. 2,283 કરોડના વિકાસ કાર્યોની ભેટ મળી

📅 Published: November 15, 2026 | 📂 Category: Ahmedabad

ધરતી આબા ભગવાન બિરસા મુંડાની 151મી જન્મજયંતી અવસરે છોટાઉદેપુર ખાતે રાજ્યકક્ષાના ‘જનજાતીય ગૌરવ દિવસ’ની ઉજવણીમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 14 આદિજાતિ જિલ્લાઓ માટે રૂ. 2,283.97 કરોડનાં પાણી પુરવઠા, સિંચાઈ, માર્ગ-મકાન, શિક્ષણ અને આરોગ્ય સહિતનાં વિકાસકામોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કર્યું હતું. આ પ્રસંગે 18,828 લાભાર્થીઓને વન અધિકાર પત્રોની મંજૂરી તથા રૂ. 1,017 કરોડના પ્રકલ્પોની ભેટ અપાઈ હતી. મુખ્યમંત્રીએ જણાવ્યું કે આગામી પાંચ વર્ષમાં જનજાતીય ક્ષેત્રો માટે રૂ. 2 લાખ કરોડનાં કાર્યો થશે અને છોટાઉદેપુરને સ્પોર્ટ્સ તથા ફૂડ પ્રોસેસિંગ હબ બનાવાશે. ઉપસ્થિતોએ ગઢચિરોલીથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું જીવંત પ્રસારણ નિહાળ્યું હતું. બીજી તરફ્, 15મી નવેમ્બરે વલસાડના નાનાપોંઢાસર્કલથી હેલિપેડ ગ્રાઉન્ડ સુધી નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ભગવાન બિરસા મુંડાની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પી ભવ્ય રેલી યોજી હતી તથા આદિવાસી નૃત્યમાં સહભાગી થયા હતા. 

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *