વિચારો, કોઈ વ્યક્તિનો લાખો રૂપિયાનો આઇફોન ચોરી થઈ જાય. તે ફરીથી સિમ એક્ટિવેટ કરાવે પછી તેને એક મેસેજ આવે- ‘તમારો આઇફોન મળી ગયો છે.’ મેસેજમાં ફોન પાછો મેળવવા માટે એક લિંક પર ક્લિક કરીને વિગતો ભરવાનું કહેવામાં આવે. ફોન મળી જવાની આશામાં વ્યક્તિ પોતાની માહિતી દાખલ કરી દે. પરંતુ થોડી જ વારમાં તેના બેંક ખાતામાંથી પૈસા કપાઈ જાય. આ કોઈ વાર્તા નથી, સત્ય છે. આવું થઈ રહ્યું છે. સાઇબર ગુનેગારો આઇફોન યુઝર્સને નિશાન બનાવવા માટે આ રીતનો ઉપયોગ કરી રહ્યા છે. તાજેતરમાં ‘ઇન્ડિયન સાઇબર ક્રાઇમ કોઓર્ડિનેશન સેન્ટર’ (I4C) અને ગૃહ મંત્રાલયે આ પ્રકારની છેતરપિંડીને લઈને એલર્ટ જાહેર કર્યું છે. તેથી આજે ‘સાઇબર લિટરસી’માં આ સ્કેમને વિગતવાર સમજીશું. સાથે જ જાણીશું કે- નિષ્ણાત- રાહુલ મિશ્રા, સાયબર સિક્યુરિટી સલાહકાર, ઉત્તર પ્રદેશ પોલીસ સવાલ- આઇફોન ચોરાઈ જાય અથવા ખોવાઈ જાય ત્યાર બાદ ઠગો કયા પ્રકારની છેતરપિંડી કરે છે? જવાબ- ઠગો ફોનના માલિકને નિશાન બનાવવા માટે અનેક રીતો અપનાવે છે, જેમ કે- સવાલ- સરકારે આઇફોન યુઝર્સને આ સ્કેમ અંગે શા માટે સતર્ક કર્યા છે? જવાબ- ઠગો ચોરી થયેલા અથવા ખોવાયેલા આઇફોનના માલિકોને ફેક મેસેજ/લિંક મોકલીને એપલ એકાઉન્ટ, પાસવર્ડ અને OTP જેવી સંવેદનશીલ વિગતો મેળવીને છેતરપિંડી કરી શકે છે. તેથી ‘ઇન્ડિયન સાયબર ક્રાઇમ કોઓર્ડિનેશન સેન્ટર’ (I4C)એ આ સ્કેમ અંગે એલર્ટ જાહેર કર્યું છે. સવાલ- ઠગોને કેવી રીતે ખબર પડે છે કે કોઈ વ્યક્તિનો આઇફોન ચોરી થઈ ગયો છે અથવા ખોવાઈ ગયો છે? જવાબ- તેના ઘણા રસ્તા હોઈ શકે છે, જેમ કે- સોશિયલ મીડિયા પોસ્ટથી લૉસ્ટ મોડ દ્વારા ફિશિંગ અને ડેટા લીક દ્વારા ઠગો ઓનલાઈન ઉપલબ્ધ વ્યક્તિગત વિગતો અથવા લીક થયેલા ડેટા દ્વારા ફોનના માલિકનો નંબર અને ઈમેલ એડ્રેસ મેળવી શકે છે. ધ્યાન આપો: દરેક કિસ્સામાં ઠગોને ફોન ચોરાઈ ગયો હોવાની જાણકારી પહેલેથી હોતી નથી. ઘણી વાર તેઓ મોટા પાયે લોકોને આવા બનાવટી મેસેજ મોકલે છે અને સાચી વ્યક્તિ જાળમાં ફસાય તેની રાહ જુએ છે. સવાલ- ફોન ચોરાઈ ગયા પછી ઠગો પીડિત સુધી કેવી રીતે પહોંચે છે? જવાબ- ઠગો પીડિત સુધી તેના મોબાઈલ નંબર અથવા ઉપલબ્ધ વ્યક્તિગત વિગતોના માધ્યમથી પહોંચી શકે છે. તેને ગ્રાફિકમાં જુઓ- સવાલ- ‘તમારો આઈફોન મળી ગયો’ વાળો મેસેજ વાસ્તવમાં સાયબર ઠગાઈની જાળ કેવી રીતે બની શકે છે? જવાબ- તેને પોઈન્ટર્સ દ્વારા સમજો- સવાલ- ઠગો આ સ્કેમને સ્ટેપ-બાય-સ્ટેપ કેવી રીતે અંજામ આપે છે? જવાબ- આને ગ્રાફિક દ્વારા સમજો- સવાલ- ઠગો એપલ એકાઉન્ટનો પાસવર્ડ અને OTP શા માટે મેળવવા માંગે છે? જવાબ- તેનાથી ઠગો એકાઉન્ટમાં લૉગિન કરી શકે છે અને ડિવાઇસ સાથે જોડાયેલી સુરક્ષા સેટિંગ્સ બદલી શકે છે. તેઓ ડિવાઇસ ટ્રેકિંગનો વિકલ્પ બંધ કરી શકે છે અને એકાઉન્ટમાં રહેલો વ્યક્તિગત ડેટા ચોરી શકે છે. સવાલ- એપલ એકાઉન્ટની માહિતી મળ્યા બાદ ઠગો કયા-કયા નુકસાન કરી શકે છે? જવાબ- ઠગો ‘ફાઇન્ડ માય’ ફીચર બંધ કરી શકે છે અને ફોનને ટ્રેક કરીને તેને ફરીથી વેચી શકે છે. તમામ જોખમો ગ્રાફિકમાં જુઓ- સવાલ- શું એપલ ક્યારેય SMS, કૉલ અથવા ઈમેલ દ્વારા પાસવર્ડ, OTP અથવા ડિવાઇસ પાસકોડ માંગે છે? જવાબ- નહીં, એપલ ક્યારેય પણ SMS, ફોન કૉલ અથવા ઈમેલ દ્વારા તમારો એકાઉન્ટ પાસવર્ડ, OTP, ટૂ-ફેક્ટર ઓથેન્ટિકેશન કોડ અથવા ડિવાઇસ પાસકોડ માંગતું નથી. સવાલ- નકલી મેસેજની ઓળખ કેવી રીતે કરવી? જવાબ- કેટલાક સરળ સંકેતો દ્વારા નકલી મેસેજની ઓળખ કરી શકાય છે- સવાલ- નકલી લિંક અથવા નકલી Apple વેબસાઇટની ઓળખ કેવી રીતે કરવી? જવાબ- તેને પૉઇન્ટર્સ દ્વારા સમજો- સવાલ- જો ‘તમારો આઇફોન મળી ગયો’ અથવા ‘લોકેશન જુઓ’ જેવા મેસેજ આવે તો શું કરવું? જવાબ- પહેલાં મેસેજની પુષ્ટિ કરો અને આઇફોનની માહિતી ફક્ત સત્તાવાર માધ્યમથી જ ચેક કરો. સાથે જ કેટલીક બાબતોનું ધ્યાન રાખો- સવાલ- આઇફોન ચોરી કે ગુમ થઈ જાય ત્યારે સૌથી પહેલાં કયા પગલાં લેવા જોઈએ? જવાબ- તમારા એકાઉન્ટ અને સિમની સુરક્ષા માટે જરૂરી પગલાં તાત્કાલિક લો. ગ્રાફિકમાં તમામ એક્શન જુઓ- સવાલ- ચોરાયેલા આઇફોનને ‘ફાઇન્ડ માય’માંથી ક્યારેય દૂર કરવો જોઈએ? જવાબ- ના, ડિવાઇસને એકાઉન્ટમાંથી દૂર કરવાથી એક્ટિવેશન લૉક દૂર થઈ શકે છે. તેનાથી ચોર માટે તેને ફરીથી એક્ટિવેટ કરવો અથવા વેચવાનો રસ્તો સરળ બની શકે છે. પહેલાં લોસ્ટ મોડનો ઉપયોગ કરો અને જરૂર પડે તો ડિવાઇસને રિમોટલી ઇરેઝ કરો, પરંતુ તેને ‘ફાઇન્ડ માય’માંથી દૂર કરશો નહીં. સવાલ- ફોન ચોરાઈ ગયા બાદ એપલ એકાઉન્ટનો પાસવર્ડ ક્યારે બદલવો જોઈએ? જવાબ- ફોન ચોરાઈ જાય કે ખોવાઈ જાય કે તરત જ શક્ય તેટલી ઝડપથી એપલ એકાઉન્ટનો પાસવર્ડ બદલી દેવો જોઈએ. પ્રશ્ન- જો એપલ એકાઉન્ટનો પાસવર્ડ અથવા OTP નકલી વેબસાઇટ/ઠગને આપી દીધો હોય, તો તરત શું કરવું? જવાબ- સૌથી પહેલાં એપલ એકાઉન્ટનો પાસવર્ડ તરત બદલો અને એકાઉન્ટ સાથે જોડાયેલા ડિવાઇસ તથા સુરક્ષા સેટિંગ્સ તપાસો. જો બેન્કિંગ અથવા પેમેન્ટ સંબંધિત માહિતી પણ શેર થઈ હોય, તો સંબંધિત બેન્કને તરત જાણ કરો. કોઈપણ શંકાસ્પદ પ્રવૃત્તિ જણાય તો સાયબર હેલ્પલાઇન નંબર 1930 પર ફરિયાદ કરો. પ્રશ્ન- આઇફોનની કઈ સેટિંગ્સ આ પ્રકારના ફ્રોડનું જોખમ ઘટાડી શકે છે? જવાબ- આને પોઇન્ટર્સ દ્વારા સમજો- સવાલ- આઇફોન ચોરાઈ ગયા પછી થતા આ પ્રકારના ફ્રોડથી બચવાના 7 જરૂરી નિયમો કયા છે? જવાબ- ડિવાઇસ અને એકાઉન્ટની સુરક્ષા માટે આ 7 બાબતોનું ધ્યાન રાખો- સવાલ- જો આ સ્કેમમાં પૈસા અથવા એકાઉન્ટની માહિતી જતી રહે તો ક્યાં અને કેવી રીતે ફરિયાદ કરવી? જવાબ- તેને મુદ્દાઓ દ્વારા સમજો- **************** ગ્રાફિક- વિપુલ શર્મા
શું તમારો આઇફોન ચોરાઈ ગયો છે?:સરકારની ચેતવણી! ‘ફોન મળી ગયો’ એવો મેસેજ મળે તો સાવધાન, છેતરાઈ જશો; સાયબર સ્કેમની નવી રીત
📅 Published: November 16, 2026 |
📂 Category: Lifestyle
