ભાસ્કર એક્સક્લૂઝિવ:SIRની અસર: મતદારો ઘટતાં મહેસાણામાં 101 બૂથો મર્જ થતાં 1991માંથી 1890 થશે

📅 Published: November 16, 2026 | 📂 Category: gujarati-news

મહેસાણા જિલ્લામાં એસઆઇઆરની પ્રક્રિયા બાદ મતદારોની સંખ્યામાં થયેલા ઘટાડાની અસર હવે મતદાન મથકો પર જોવા મળશે. મૃતક અને સ્થળાંતરિત મતદારોનાં નામ દૂર થતાં અનેક બૂથમાં મતદારોની સંખ્યા ઘટી છે. પરિણામે મહત્તમ 1200 સુધી મતદાર સંખ્યા થતી હોય તેવા નજીકના બે બૂથને મર્જ કરવાની કવાયત હાથ ધરાઈ છે. જિલ્લા ચૂંટણી તંત્રની દરખાસ્ત ચીફ ઇલેકશન કમિશનમાં મંજૂર થાય તો સાત વિધાનસભા મતવિસ્તારોમાં હાલનાં 1991 મતદાન મથકો ઘટીને 1890 થઈ શકે છે. જિલ્લાના સાત વિધાનસભા મત વિસ્તારોમાં હાલનાં 1991 મતદાન મથકોમાંથી 101 બૂથ ઘટાડીને 1890 કરવાની દરખાસ્ત માર્ગદર્શિકા પ્રમાણે કરાઇ છે. જોકે સતત મતદાર યાદી સુધારણા ઝુંબેશમાં નવા મતદારો ઉમેરાતાં ભવિષ્યમાં કોઈ બૂથમાં સંખ્યા 1200ને પાર જાય તો નવા બૂથ ઉમેરવાની પણ શક્યતા રહેશે. પંચના નિયમ મુજબ 1200ની મર્યાદા મુજબ બૂથનું પુનર્ગઠન‎
ચૂંટણી તંત્રના નિયમ મુજબ પ્રત્યેક મતદાન મથકમાં મહત્તમ 1200 મતદારોની સંખ્યા રાખવાની હોય છે. આ મર્યાદા કરતાં વધુ મતદારો હોય તો તેમને નજીકના અન્ય બૂથમાં શિફ્ટ કરવા અથવા નવું મતદાન મથક ઊભું કરવાની જોગવાઈ છે. જોકે, SIR બાદ મતદારોની સંખ્યા ઘટતાં કેટલાક વિસ્તારોમાં બે મતદાન મથકોના મતદારોને એક જ બૂથમાં સમાવી શકાય તેવી સ્થિતિ સર્જાઈ છે. આથી આવા મતદાન મથકોને મર્જ કરવાની દરખાસ્ત કરાઈ છે. વિધાનસભા મતવિસ્તાર પ્રમાણે મહેસાણામાં 31, કડીમાં 18, બહુચરાજીમાં 14, વિસનગરમાં 13, ખેરાલુ અને ઊંઝામાં 9-9 તથા વિજાપુરમાં 7 બૂથ ઘટાડવાની દરખાસ્ત છે. બીજી તરફ મોટી દાઉમાં એક બૂથ વધારવાની સંભાવના છે. ઘટાડા દરખાસ્ત પછીની‎બૂથોની સંભવિત સ્થિતિ‎ SIR પહેલાં કરતાં 1.59 લાખ મતદારો ઓછા‎
‎જિલ્લાના સાતેય વિધાનસભા મતવિસ્તારોમાં SIR‎પહેલાં 17,91,905 મતદારો હતા. 17 ફેબ્રુઆરી‎2026ના રોજ પ્રસિદ્ધ મતદારયાદીમાં આ સંખ્યા ઘટીને‎16,22,537 થઈ હતી. ત્યારબાદ 5 ઓક્ટોબર‎2026ની સ્થિતિએ મતદારોની સંખ્યા વધીને‎16,31,994 થઈ છે. એટલે SIR બાદની યાદીથી‎અત્યાર સુધીમાં 9,457 મતદારોનો ચોખ્ખો વધારો થયો‎હોવા છતાં SIR પહેલાંની સરખામણીએ હજુ‎1,59,911 મતદારો ઓછા છે. સતત મતદારયાદી‎સુધારણા ઝુંબેશમાં નવા મતદારો ઉમેરાતાં ભવિષ્યમાં‎કોઈ બૂથમાં સંખ્યા 1200ને પાર જાય તો નવા મતદાન‎મથકો ઉમેરવાની પણ શક્યતા રહેશે.‎


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *