Rohit Sharma-Virat Kohli ક્યારે રમશે આગામી મેચ? ફેન્સ માટે આવ્યા મોટા સમાચાર!

📅 Published: November 16, 2026 | 📂 Category: cricket

ભારતીય ક્રિકેટ ટીમે ન્યૂઝીલેન્ડ સામેની 5 મેચની વનડે સિરીઝ 3-1થી જીતીને શાનદાર પ્રદર્શન કર્યું હતું.જોકે આ સિરીઝમાં ટીમ ઈન્ડિયાના બે દિગ્ગજ ખેલાડી રોહિત શર્મા અને વિરાટ કોહલીનું પ્રદર્શન અપેક્ષા મુજબ રહ્યું નહોતું.બંને ખેલાડીઓ રન બનાવવા માટે સંઘર્ષ કરતા જોવા મળ્યા હતા.હવે વનડે સિરીઝ પૂરી થયા બાદ બધાની નજર 19 નવેમ્બરથી શરૂ થનારી ટેસ્ટ સિરીઝ પર છે.બીજી તરફ રોહિત અને વિરાટ હવે માત્ર વનડે ક્રિકેટ રમતા હોવાથી તેઓ ભારત પરત ફરશે.આવી સ્થિતિમાં ચાહકોના મનમાં એક જ સવાલ છે કે રોહિત અને વિરાટ ફરી ક્યારે ભારતીય ટીમની જર્સીમાં મેદાન પર જોવા મળશે?

ડિસેમ્બરમાં ફરી જોવા મળશે રોહિત-વિરાટની જોડી

રોહિત શર્મા અને વિરાટ કોહલીના ચાહકો માટે સારા સમાચાર છે.બંને દિગ્ગજ ખેલાડીઓને ફરી મેદાન પર રમતા જોવા માટે લાંબી રાહ જોવી પડશે નહીં.ડિસેમ્બર 2026માં બંને ખેલાડીઓ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં વાપસી કરી શકે છે.ડિસેમ્બરમાં શ્રીલંકાની ટીમ મલ્ટી-ફોર્મેટ સિરીઝ રમવા ભારતના પ્રવાસે આવશે. આ પ્રવાસની શરૂઆત 3 મેચની વનડે સિરીઝથી થશે.સિરીઝની પ્રથમ મેચ 13 ડિસેમ્બરે રમાવાની છે.આથી રોહિત અને વિરાટની આગામી આંતરરાષ્ટ્રીય મેચ શ્રીલંકા સામે હોઈ શકે છે.

વિશાખાપટ્ટનમમાં રમાશે પ્રથમ વનડે

ભારત અને શ્રીલંકા વચ્ચેની પ્રથમ વનડે મેચ અગાઉ દિલ્હીમાં રમાવાની હતી. જોકે, ત્યારબાદ મેચનું સ્થળ બદલીને વિશાખાપટ્ટનમ કરવામાં આવ્યું છે.આથી રોહિત શર્મા અને વિરાટ કોહલી હવે 13 ડિસેમ્બરે વિશાખાપટ્ટનમમાં શ્રીલંકા સામે મેદાનમાં ઉતરતા જોવા મળી શકે છે.બંને ખેલાડીઓના ચાહકો આ મેચની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

ન્યૂઝીલેન્ડ સામે રોહિત-વિરાટનું પ્રદર્શન નિરાશાજનક

ન્યૂઝીલેન્ડ સામેની વનડે સિરીઝમાં રોહિત શર્મા અને વિરાટ કોહલી બંનેનું પ્રદર્શન ખાસ રહ્યું નહોતું.હવે ઘરઆંગણે શ્રીલંકા સામે રમાનારી સિરીઝમાં બંને ખેલાડીઓનું ધ્યાન મોટી ઇનિંગ રમીને ફરી ફોર્મ મેળવવા પર રહેશે.રોહિત શર્માએ ન્યૂઝીલેન્ડ સામેની 4 ઇનિંગ્સમાં માત્ર 30 રન બનાવ્યા હતા.તેની બેટિંગ સરેરાશ 7.50 રહી હતી. આ દરમિયાન તે 2 વખત ખાતું ખોલાવ્યા વગર જ આઉટ થયો હતો.બીજી તરફ વિરાટ કોહલીએ 4 ઇનિંગ્સમાં કુલ 86 રન બનાવ્યા હતા.તેના બેટમાંથી એક અડધી સદી પણ જોવા મળી હતી.ખાસ વાત એ છે કે આ સિરીઝમાં અડધી સદી ફટકારનાર વિરાટ કોહલી એકમાત્ર ભારતીય બેટ્સમેન રહ્યો હતો.હવે જોવાનું રહેશે કે શ્રીલંકા સામેની ઘરઆંગણાની સિરીઝમાં રોહિત અને વિરાટ કેવી રમત બતાવે છે અને ફરી એકવાર પોતાના બેટથી ચાહકોને ખુશ કરી શકે છે કે નહીં.

આ પણ વાંચો – IND vs NZ Test : વનડે બાદ હવે ટેસ્ટનો વારો, ન્યૂઝીલેન્ડ સામે ક્યારે રમશે ટીમ ઈન્ડિયા?


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *