Surat: અમરોલીમાં વેદાંત સર્કલ પાસે હાઇડ્રોક્લોરિક એસિડ ભરેલું કન્ટેનર પલટ્યું, રોડ પર એસિડ ફેલાતા 2 કલાક ટ્રાફિક જામ

📅 Published: November 16, 2026 | 📂 Category: Surat

સુરતના અમરોલી વિસ્તારમાં એક મોટી કેમિકલ દુર્ઘટના સર્જાતા સહેજમાં ટળી હતી. અમરોલીમાં વેદાંત સર્કલ પાસે હાઇડ્રોક્લોરિક એસિડ ભરેલું એક કન્ટેનર અચાનક પલટી જતાં રોડ પર જોખમી એસિડ લીક થવા લાગ્યું હતું. પનોલીની સિદ્ધાર્થ કંપનીથી અદાણી પોર્ટ તરફ જઈ રહેલા આ કન્ટેનરની સામે અચાનક એક ટુ-વ્હીલર આવી જતાં ચાલકે અકસ્માત નિવારવા માટે તાત્કાલિક બ્રેક મારી હતી, જેના કારણે કન્ટેનર પરનો કાબૂ ગુમાવતા તે રસ્તા પર પલટી ગયું હતું.

અમરોલીમાં એસિડ ભરેલું કન્ટેનર પલટી જતાં અકસ્માત

અમરોલી-વરિયાવ રોડ પર બનેલી આ ઘટનાને પગલે જોખમી હાઇડ્રોક્લોરિક એસિડ રસ્તા પર ફેલાઈ ગયો હતો, જેના કારણે વાહનચાલકોમાં ભયનો માહોલ સર્જાયો હતો અને આ માર્ગ પર એકથી બે કલાક સુધી ભારે ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ હતી. ઘટનાની જાણ થતાં જ સુરત ફાયર વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી આવી હતી.

અમરોલી-વરિયાવ રોડ પર ટ્રાફિક જામ

ફાયર વિભાગના જવાનોએ ત્વરિત કાર્યવાહી કરીને પલટી ગયેલા કન્ટેનરને ફરીથી ટ્રેક પર લાવવાની કામગીરી કરી હતી તેમજ રોડ પર ફેલાયેલા જોખમી એસિડની અસર નાબૂદ કરવા માટે તેના પર માટી નાખીને સલામતીની કામગીરી હાથ ધરી હતી.

આ પણ વાંચો: Ahmedabad: ગુજરાતમાં મોબાઈલની લતથી દરરોજ 250 બાળકોને માનસિક સારવારની જરૂર, તો 22-52 ટકા નવજાતમાં આંખની બીમારી


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *