રાધનપુરમાં પરિણીતા પર યુવકે દુષ્કર્મ આચર્યું:પતિ અને પુત્રીને મારી નાખવાની અને અશ્લીલ ફોટા ઇન્સ્ટાગ્રામ પર મૂકવાની ધમકી આપી

📅 Published: November 16, 2026 | 📂 Category: gujarati-news

રાધનપુર તાલુકાના એક ગામની સીમમાં 21 વર્ષીય પરિણીતા પર દુષ્કર્મ આચર્યાનો આરોપ છે. આરોપીએ તેના પતિ અને પુત્રીને મારી નાખવાની ધમકી આપી હતી. અશ્લીલ ફોટા ઇન્સ્ટાગ્રામ પર મૂકવાની ધમકી આપવા બદલ રાધનપુર પોલીસે ગુનો નોંધ્યો છે. સાંતલપુર તાલુકામાં રહેતા નવીન કાંતી ઠાકોરે 15 ફેબ્રુઆરીથી 15 સપ્ટેમ્બર 2025 દરમિયાન આ કૃત્ય કર્યું હતું. તે પરિણીતાને બાઇક પર બેસાડીને બિસ્મીલાગંજ નજીક સીમની ઝાડીઓમાં લઈ ગયો હતો. ત્યાં નવીન ઠાકોરે પરિણીતાની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યું હતું. તેણે પરિણીતાના અશ્લિલ ફોટા પાડ્યા હતા અને ઇન્સ્ટાગ્રામ પર મૂકવાની ધમકી આપી હતી. પરિણીતાએ 15 નવેમ્બર 2025ના રોજ રાધનપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. એ.એસ.આઈ. પરબત વિરાભાઈએ ભારતીય ન્યાય સંહિતાની કલમ 64(1), 351(3) અને 78(2) હેઠળ ગુનો નોંધ્યો છે. પી.એસ.આઈ. એચ.વી. ચૌધરી વધુ તપાસ કરી રહ્યા છે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *