આગામી વિધાનસભા ચૂંટણીને લઈ કોંગ્રેસ પ્રભારી સુરજેવાલા અમદાવાદ પ્રવાસે:18-19 નવેમ્બરે જિલ્લા-શહેર પ્રમુખો સાથે બેઠક, પૂર્વ ધારાસભ્યો સાથે અલગ મિટિંગ; સંગઠનમાં ફેરફારની શક્યતા

📅 Published: November 16, 2026 | 📂 Category: gujarati-news

રાજ્યમાં આગામી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને ગુજરાત કોંગ્રેસે અત્યારથી જ સંગઠનને મજબૂત કરવા રાજકીય ગતિવિધિઓ તેજ કરી છે. જેને ધ્યાને લઈને ગુજરાત કોંગ્રેસના પ્રભારી રણદીપસિંહ સુરજેવાલા આગામી 18 અને 19 એમ બે દિવસના ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. બે દિવસના ગુજરાત પ્રવાસ દરમિયાન પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, વિધાનસભા વિપક્ષ નેતા તુષાર ચૌધરી સહિત પક્ષના વરિષ્ઠ નેતાઓથી લઈને શહેર અને જિલ્લા સ્તરના હોદ્દેદારો સાથે બેઠકો કરીને સંગઠનની સ્થિતિ અને આગામી રાજકીય રણનીતિ અંગે ચર્ચા કરશે. તેમજ રણદિપસિંહ સુરજેવાલાના પ્રવાસ બાદ પ્રદેશ સંગઠનમાં ફેરફાર થાય તેવી પણ શક્યતા છે. કોંગ્રેસની પોલિટિકલ અફેર્સ કમિટી, જિલ્લા-શહેર પ્રમુખો સાથે બેઠક
ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રભારી રણદીપસિંહ સુરજેવાલા આગામી 18 નવેમ્બરના રોજ બપોરે અમદાવાદ એરપોર્ટ પહોંચશે. ત્યારબાદ પાલડીમાં આવેલા રાજીવ ગાંધી ભવન ખાતે કોંગ્રેસની પોલિટિકલ અફેર્સ કમિટીની બેઠક યોજશે. જેમાં કાર્યકારી અધ્યક્ષની સાથે સાથે પ્રદેશના નેતાઓ સાથે સંગઠનની સ્થિતિ અને જમીન સ્તર પરની વાસ્તવિકતા સહિતના મુદ્દાઓ અંગે ચર્ચા થવાની છે. કોંગ્રેસના પૂર્વ ધારાસભ્યો સાથે પણ બેઠક યોજાશે
જે બાદ 19 નવેમ્બરના રોજ શહેર અને જિલ્લા કોંગ્રેસ પ્રમુખો સાથે બેઠક પણ કરશે. તેમજ તે બાદ કોંગ્રેસના પૂર્વ ધારાસભ્યો સાથે પણ અલગ બેઠક યોજશે. ચૂંટણી પહેલાં સંગઠનને મજબૂત બનાવવા, સ્થાનિક સ્તરે પક્ષની સ્થિતિનું મૂલ્યાંકન કરવા અને આગામી સમયની રાજકીય રણનીતિ નક્કી કરવા બેઠકમાં ચર્ચા થવાની છે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *