Amreli News: પબુભા માણેકનું નિવેદન તેમના પોતાના વ્યક્તિગત વિચારો હોઈ શકે : હીરા સોલંકી

📅 Published: November 16, 2026 | 📂 Category: gujarati-news

દ્વારકાના ધારાસભ્ય પબુભા માણેકે કોળી સમાજની વાડી ખાતે યોજાયેલા માતાજીના માંડવાના ધાર્મિક પ્રસંગમાં આપેલું મોટું નિવેદન હાલ રાજકારણમાં ચર્ચાનો વિષય બન્યું છે.રાજુલાના ધારાસભ્ય હીરાભાઈ સોલંકીની ઉપસ્થિતિમાં આપેલા આ નિવેદનમાં તેમણે જણાવ્યું હતું કે,ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી પણ કોળી સમાજના હોવા જોઈએ.પભુબા માણેકનો એક વીડિયો સામે આવ્યો છે. તેમાં તેઓ ધારાસભ્ય હીરા સોલંકીને કહી રહ્યાં છે કે, ગુજરાતમાં તમારો સમાજ સૌથી મોટો છે અને બીજા નંબરનો છે. જેથી મુખ્યમંત્રી પણ તમારા થવા જોઈએ. તેમના આ નિવેદન બાદ વિવાદ વકર્યો છે. હવે પાટીદાર સમાજ પણ આ નિવેદન સામે લાલઘૂમ થયો છે.

પબુભા માણેકને વિશેષ મહેમાન તરીકે બોલાવ્યા હતાં

રાજુલા અને જાફરાબાદ વિસ્તારના ધારાસભ્ય હીરા સોલંકીએ ધારાસભ્ય પબુભા માણેકે આપેલા કોળી સમાજના મુખ્યમંત્રી હોવા અંગેના નિવેદન બાબતે કહ્યું હતું કે, સમસ્ત કોળી સમાજ દ્વારા એક સામાજિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં પબુભા માણેકને મુખ્ય અધ્યક્ષ તરીકે વિશેષ આમંત્રણ આપવામાં આવ્યું હતું અને તેઓ વક્તા તરીકે પણ ત્યાં હાજર રહ્યા હતા.આ સમગ્ર વિસ્તાર સ્થાનિક ધારાસભ્ય પબુભા માણેકનો આવતો હોવાથી તેઓ પણ આ કાર્યક્રમમાં આમંત્રિત મહેમાન તરીકે વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.આ આયોજનમાં સાંસદ પૂનમબેન માડમને પણ નિમંત્રણ આપવામાં આવ્યું હતું.

પબુભા માણેકે પોતાના વિચારો રજુ કર્યા છે

કાર્યક્રમ દરમિયાન પોતાના વિચારો રજૂ કરતા ધારાસભ્ય પબુભા માણેકે મંચ પરથી જણાવ્યું હતું કે મુખ્યમંત્રીશ્રી કોળી સમાજનો રહેવો જોઈએ.આ નિવેદન અંગે જ્યારે ધારાસભ્ય હીરા સોલંકીને પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કોઈપણ લાંબી ચર્ચામાં પડ્યા વિના અત્યંત ટૂંકમાં અને સ્પષ્ટ શબ્દોમાં પોતાનો જવાબ આપ્યો હતો.તેમણે જણાવ્યું હતું કે કાર્યક્રમમાં આ સિવાય અન્ય કોઈ ખાસ વાત થઈ નહોતી અને સૌના વિચારો અલગ હોઈ શકે છે. હીરા સોલંકીએ સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે ગયા રવિવારે કોળી જ્ઞાતિની વાડીમાં આ કાર્યક્રમ યોજાયો હતો અને આ વાયરલ વીડિયો પણ તે જ દિવસનો છે.પબુભા માણેકે જે વાત કરી તે તેમના પોતાના વ્યક્તિગત વિચારો હોઈ શકે છે.કારણ કે દરેક વ્યક્તિના વિચારો હંમેશા અલગ-અલગ હોઈ શકે છે.

આ પણ વાંચોઃ UP Election: કોંગ્રેસે શોર્ટ લિસ્ટ કરેલી 181 બેઠકોની યાદી લીક થઈ, અખિલેશ યાદવનું ટેન્શન વધ્યું


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *