સુરેન્દ્રનગરમાં રેલવે ટ્રેકની ખામી દૂર કરાઈ:જૂના 1 ઈન 12 ટર્નઆઉટની જગ્યાએ 1 ઈન 8.5 લગાવાયો, ટ્રેનોની અવરજવર સરળ બનશે

📅 Published: November 16, 2026 | 📂 Category: gujarati-news

સુરેન્દ્રનગરમાં રેલવે ટ્રેકના ક્રોસઓવર લેઆઉટની ખામી દૂર કરાઈ છે. જૂના 1 ઈન 12 ટર્નઆઉટની જગ્યાએ 1 ઈન 8.5 ટર્નઆઉટ લગાવાયો છે. રેલવેના જણાવ્યા મુજબ, આનાથી ટ્રેનોની અવરજવર સરળ બનશે. ક્રોસઓવરમાં ખામી સર્જાયા બાદ એક ટ્રેન પાટા પરથી ઉતરી હતી. ત્યારબાદ રાજકોટ રેલવે ડિવિઝને સમારકામ શરૂ કર્યું હતું. રિપેરિંગ માટે રાજકોટથી ખાસ ટ્રેન સુરેન્દ્રનગર મોકલાઈ હતી. હાઇડ્રોલિક જેકની મદદથી ટ્રેનને ફરી પાટા પર ચઢાવીને રવાના કરાઈ હતી. તપાસમાં ટ્રેકના ક્રોસઓવર લેઆઉટમાં ખામી હોવાનું સામે આવ્યું હતું. રાજકોટ રેલવે ડિવિઝને ખામી દૂર કરવા અને ટ્રેનોનું સંચાલન વધુ સુરક્ષિત તથા સરળ બનાવવા કામ કર્યું હતું. આ કામ પૂરું થયું છે. રાજકોટ રેલવે ડિવિઝનના સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર સુનીલકુમાર મીનાએ જણાવ્યું કે, જૂના 1 ઈન 12 ટર્નઆઉટની જગ્યાએ 1 ઈન 8.5 ટર્નઆઉટ લગાવાયો છે. આ સાથે આધુનિક ‘થીક વેબ સ્વીચ’ ટેક્નોલોજીનો ઉપયોગ કરાયો છે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *