Ahmedabad : ઇસનપુર બ્રિજ નીચેનો કટ બંધ કરાતા હાલાકી વધી

📅 Published: November 16, 2026 | 📂 Category: Ahmedabad

શહેરના પૂર્વ વિસ્તારમાં ટ્રાફ્કિ નિયમનના નામે તંત્ર દ્વારા લેવાયેલો વધુ એક અણઘડ નિર્ણય વાહનચાલકો માટે જીવનું જોખમ બની ગયો છે. ઇસનપુર બ્રિજ નીચેનો મહત્વનો કટ પતરાંની આડશ મૂકીને બંધ કરી દેવામાં આવતા, વાહનચાલકોને આગળ જઈને BRTS રૂટની વચ્ચેથી ગેરકાયદેસર અને જોખમી રીતે યુ-ટર્ન લેવાની ફરજ પડી રહી છે. જેના કારણે પૂરપાટ ઝડપે આવતી BRTS બસો અને ખાનગી વાહનો વચ્ચે દરરોજ ટકરાવનું જોખમ ઊભું થયું છે. મહત્વનું છે કે મ્યુનિસિપલ કોર્પોરેશન અને ટ્રાફ્કિ વિભાગ દ્વારા ઇસનપુર બ્રિજ નીચે પતરાં લગાવીને રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે. આ કટ બંધ થવાને કારણે સામેનીબાજુ જવા માંગતા ટુ-વ્હીલર, રિક્ષા અને ફોર-વ્હીલર ચાલકોએ ઘણું લાંબુ ચક્કર લગાવવું પડે છે. લાંબા અંતરથી બચવા માટે વાહનચાલકો બ્રિજથી થોડે આગળ જ્યાં BRTS કોરિડોર ખુલ્લો છે, ત્યાંથીસીધા બસના રૂટમાં ઘૂસીને વળાંક લઈ રહ્યા છે. સ્થાનિક રહીશો અને નિયમિત અવરજવર કરતા નાગરિકોમાં તંત્રની આ કામગીરી સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકોનું કહેવું છે કે કોઈ પણ વૈકલ્પિક વ્યવસ્થા કે યોગ્ય આયોજન વિના બ્રિજ નીચેનો કટ બંધ કરી દેવો યોગ્ય નથી. જો આ જગ્યાએ ટ્રાફ્કિ પોલીસના જવાનો તૈનાત કરવામાં નહીં આવે અથવા આ કટ અંગે યોગ્ય નિર્ણય લેવામાં નહીં આવે, તો આગામી દિવસોમાં અહીં કોઈ મોટી જાનહાનિ સર્જાય તેવી પૂરી શક્યતા છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *