=સાવલી તાલુકાના ટુંડાવ-શુભેલાવ રોડ પર ખાનગી કંપનીને નલ સે જલ યોજનાનું જોડાણ લઈ પાણી ચોરી કરતો કિસ્સો સામે આવ્યો છે. ગામના જાગૃત નાગરીકે સમગ્ર ઘટનાનો ઘટસ્ફોટ કરીને તાત્કાલિક ધોરણે કનેક્શન કપાવ્યું છે. સાવલી તાલુકાના ટુંડાવ-શુભેલાવ રોડ પર એક ખાનગી કંપની એ નલ સે જલ યોજનાની સરકારી પાણીની લાઇનમાંથી જોડાણ લીધું હોવાનું સામે આવ્યું છે. આ પાણી લાઇન ના જોડાણ મુદ્દે આક્ષેપો સાથે વિવાદ ઊભો થયો છે. ગ્રામના જાગૃત નાગરિક રાજદીપ રાણા સમગ્ર કનેક્શન પકડીને પાણી પુરવઠા વિભાગને જાણ કરી છે. મીડિયા કર્મીઓને બોલાવીને સમગ્ર બનાવને ઉજાગર કર્યો છે. આક્ષેપ કરાયો છે કે રહેણાંક વિસ્તારોમાં પીવાના પાણીની સુવિધા માટે ઊભી કરાયેલી નલ સે જલ યોજનાની લાઇનમાંથી ખોદકામ કરી ખાનગી કંપની સુધી પાણી પહોંચાડાઇ રહ્યું છે. એક બાજુ પાણી ની તકલીફ્ જનતા ને પડી રહી છે અને એરવાલ માંથી હઝારો લિટર પાણી વેડફાય છે પરંતુ નાગરિકો સુધી નથી પહોંચતું ત્યારે એક ખાનગી કંપની પાણી ચોરી કરે અને તંત્ર આંખ આડા કાન કરે તે કેટલું યોગ્ય છે તેવા વેધક સવાલો તાલુકાજનો કરી રહ્યા છે સરકારી યોજનાનું પાણી ખાનગી કંપનીમાં ઉપયોગમાં લેવાતું હોવાના આક્ષેપને પગલે અનેક સવાલો ઊભા થયા છે. ખાનગી કંપનીને આ પ્રકારે પાણીનું જોડાણ આપવા માટે સક્ષમ અધિકારીની સત્તાવાર મંજૂરી લેવામાં આવી છે કે કેમ તે પણ તપાસનો વિષય બન્યો છે.આ મામલે પાણી પુરવઠા વિભાગ અને ગ્રામ પંચાયત દ્વારા તાત્કાલિક સ્થળ તપાસ કરવામાં આવે તેમજ સરકારી યોજનાના પાણીના ઉપયોગ અંગેની હકીકત બહાર લાવી જવાબદારો સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઊઠી છે. આ બાબતે પાણી પુરવઠાના લાઇન મેન પ્રતાપસિંહ નિકોરિયા ઉર્ફે કાલુ એ જણાવ્યું હતું કે અમને ગ્રામજનો દ્વારા ગેરકાયદેર કનેક્શન ની જાણ થતા તાત્કાલિક ધોરણે કનેક્શન કાપી નાખ્યું છે અને આવતીકાલે પાણી પુરવઠા વિભાગ દ્વારા કંપની ને લેખિતમાં નોટિસ આપવામાં આવશે મેં અમારા ઉપરી અધિકારીની સુચનાથી તાત્કાલિક ધોરણે પાણીનું કનેક્શન કાપી નાખ્યું છે
Vadodara : સાવલીના ટુંડાવ-શુભેલાવ રોડ પર નલ સે જલ યોજાનાના પાણીની ચોરી
📅 Published: November 16, 2026 |
📂 Category: Baroda
