ચેન્નાઈ સુપર કિંગ્સ માટે IPL 2026ની સિઝન નિરાશાજનક રહી હતી. પાંચ વખતની ચેમ્પિયન ટીમ પોઈન્ટ ટેબલમાં આઠમા સ્થાને રહી હતી. ટીમ છેલ્લી 3 સિઝનથી પ્લેઓફમાં સ્થાન મેળવવામાં પણ નિષ્ફળ રહી છે. હવે IPL 2027 પહેલાં ચેન્નાઈ સુપર કિંગ્સ પોતાની ટીમમાં મોટા ફેરફાર કરવાની તૈયારી કરી શકે છે. આગામી સિઝન માટે ખેલાડીઓની રિટેન્શન લિસ્ટ જાહેર થાય તે પહેલાં કેટલાક મોટા નામોને લઈને ચર્ચા શરૂ થઈ ગઈ છે.ચેન્નાઈની ટીમ પાસે આગામી હરાજીમાં મજબૂત ખેલાડીઓ ખરીદવાની તક રહેશે. જોકે, તેના માટે પહેલાં કેટલાક ખેલાડીઓને રિલીઝ કરવા પડશે. ખાસ વાત એ છે કે 14.2 કરોડ રૂપિયાની મોટી રકમ ખર્ચીને ખરીદવામાં આવેલા પ્રશાંત વીરનું નામ પણ સંભવિત રિલીઝ લિસ્ટમાં સામેલ છે.
પ્રશાંત વીર પર CSK લઈ શકે છે મોટો નિર્ણય
ચેન્નાઈ સુપર કિંગ્સની સંભવિત રિલીઝ લિસ્ટમાં સૌથી ચોંકાવનારું નામ પ્રશાંત વીરનું છે. ચેન્નાઈએ તેને 14.2 કરોડ રૂપિયાની મોટી બોલી લગાવીને પોતાની ટીમમાં સામેલ કર્યો હતો. હવે ટીમ મેનેજમેન્ટ તેને રિલીઝ કરવાનો નિર્ણય લઈ શકે છે.જો CSK પ્રશાંત વીરને રિલીઝ કરે છે તો ટીમના પર્સમાં 14.2 કરોડ રૂપિયા જેટલી મોટી રકમ ઉપલબ્ધ થશે. ત્યારબાદ જો ટીમ તેને ફરીથી પોતાની સાથે જોડવા ઇચ્છે તો હરાજીમાં RTM કાર્ડનો ઉપયોગ કરી શકે છે. જોકે, આ માત્ર સંભવિત નિર્ણય છે અને અંતિમ નિર્ણય ટીમની સત્તાવાર જાહેરાત બાદ જ સ્પષ્ટ થશે.
રાહુલ ચાહર સહિત આ ખેલાડીઓની પણ થઈ શકે છે છુટ્ટી
પ્રશાંત વીર ઉપરાંત રાહુલ ચાહરનું નામ પણ સંભવિત રિલીઝ લિસ્ટમાં છે. ગયા સિઝનમાં CSK તેનો યોગ્ય ઉપયોગ કરી શકી નહોતી. આવી સ્થિતિમાં ટીમ તેને બહારનો રસ્તો બતાવી શકે છે.ભારતીય ખેલાડીઓમાં ગુરજપનીત સિંહ અને શ્રેયસ ગોપાલ પર પણ ટીમ મેનેજમેન્ટનો નિર્ણય ભારે પડી શકે છે. બીજી તરફ વિદેશી ખેલાડીઓમાં મેથ્યુ શોર્ટ, જેક ફોક્સ અને ડિયાન ફોરેસ્ટરનાં નામ પણ રિલીઝ થનારા ખેલાડીઓમાં ચર્ચાઈ રહ્યાં છે. આ ઉપરાંત સ્પેન્સર જોન્સનને પણ ટીમમાંથી બહાર કરવામાં આવી શકે છે.
CSKની સંભવિત રિલીઝ લિસ્ટ
પ્રશાંત વીર,જેક ફોક્સ,શ્રેયસ ગોપાલ,રાહુલ ચાહર,મેથ્યુ શોર્ટ,ડિયાન ફોરેસ્ટર,ગુરજપનીત સિંહ,સ્પેન્સર જોન્સન
ઋતુરાજ ગાયકવાડના હાથમાં રહેશે ટીમની કમાન
ચેન્નાઈ સુપર કિંગ્સની સંભવિત રિટેન્શન લિસ્ટમાં કેપ્ટન ઋતુરાજ ગાયકવાડનું નામ સૌથી પહેલાં આવે છે. ટીમ તેના પર ફરીથી વિશ્વાસ મૂકી શકે છે. જોકે, મહેન્દ્ર સિંહ ધોની આગામી સિઝનમાં રમશે કે નહીં તે અંગે હજુ સ્પષ્ટતા નથી.આ ઉપરાંત સંજુ સેમસન, શિવમ દુબે અને ડેવાલ્ડ બ્રેવિસ જેવા ખેલાડીઓ પણ ટીમ માટે મહત્ત્વના બની શકે છે. યુવા ખેલાડીઓમાં આયુષ મ્હાત્રે, કાર્તિક શર્મા અને ઉર્વિલ પટેલને પણ ટીમ પોતાની સાથે જાળવી રાખી શકે છે.બોલિંગ વિભાગમાં નૂર અહેમદ ટીમનો મુખ્ય સ્પિનર બની શકે છે. આ ઉપરાંત અંશુલ કંબોજ, મેટ હેનરી, આકાશ મધવાલ અને મુકેશ ચૌધરી જેવા ખેલાડીઓને પણ રિટેન કરવામાં આવે તેવી શક્યતા છે.
લિયામ લિવિંગસ્ટન અને જેક એડવર્ડ્સ ટીમમાં સામેલ
ચેન્નાઈ સુપર કિંગ્સે આગામી સિઝન પહેલાં ટ્રેડ દ્વારા લિયામ લિવિંગસ્ટન અને જેક એડવર્ડ્સને પોતાની ટીમમાં સામેલ કર્યા છે. લિવિંગસ્ટનને 6 કરોડ રૂપિયા અને જેક એડવર્ડ્સને 3 કરોડ રૂપિયાનો પગાર મળશે.હવે જોવાનું એ રહેશે કે ટીમ મેનેજમેન્ટ કયા ખેલાડીઓને પોતાની સાથે જાળવી રાખે છે અને કોને રિલીઝ કરે છે. ધોનીની ટીમ આગામી સિઝનમાં મજબૂત વાપસી કરવા માટે કઈ રણનીતિ અપનાવે છે તેના પર ચાહકોની નજર રહેશે.
આ પણ વાંચઓ – IPL 2027 Retention List : આજે 10 ટીમોના ખેલાડીઓનું ભવિષ્ય થશે નક્કી, જાણો અત્યાર સુધી કેટલા મોટા ટ્રેડ થયા?
