સુરેન્દ્રનગરમાં નશામુક્ત ભારત અભિયાન હેઠળ યુવાનોમાં નશામુક્તિ અંગે જાગૃતિ ફેલાવવા રમત સ્પર્ધા યોજાઈ. યુવાનોને નશાથી દૂર રહી રમતગમત અને સકારાત્મક પ્રવૃત્તિઓ સાથે જોડાવાનો સંદેશ અપાયો. ઝાલાવાડ યુથ ફાઉન્ડેશન, માય ભારત અને ફિટનેસ ક્લબના સંયુક્ત ઉપક્રમે શ્રી એમ.પી. શાહ કોમર્સ કોલેજમાં સ્પર્ધા યોજાઈ હતી. તેમાં મોટી સંખ્યામાં યુવાનો અને વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. કાર્યક્રમમાં રમતગમતથી શારીરિક તંદુરસ્તી ઉપરાંત શિસ્ત, આત્મવિશ્વાસ અને સકારાત્મક વિચારધારા વિકસે છે એવો સંદેશ અપાયો. ઉપસ્થિત મહાનુભાવોએ યુવાનોને નશાથી દૂર રહી રમતગમત અને રચનાત્મક પ્રવૃત્તિઓમાં જોડાવા પ્રેર્યા હતા. આ પ્રસંગે ફિટનેસ ક્લબના સંયોજક મયુરભાઈ વઢવાણીયા, યશપાલસિંહ ઝાલા, ઝાલાવાડ યુથ ફાઉન્ડેશનના પ્રમુખ વિશાલભાઈ સાલસરા અને માય ભારતના સંયોજક પાર્થભાઈ સોની ઉપસ્થિત રહ્યા હતા. સ્પર્ધાના અંતે વિજેતા અને રનર્સઅપ ટીમોને શિલ્ડ આપવામાં આવી હતી. ભાગ લેનાર તમામ સ્પર્ધકોને પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયા હતા.
સુરેન્દ્રનગરમાં નશામુક્તિ અભિયાન હેઠળ રમત સ્પર્ધા યોજાઈ:યુવાનોને નશાથી દૂર રહી રમતગમત સાથે જોડાવાનો સંદેશ; વિજેતા ટીમોને શિલ્ડ અને સ્પર્ધકોને પ્રમાણપત્ર અપાયાં
📅 Published: November 17, 2026 |
📂 Category: gujarati-news
